વરસાણા પુલ નીચે ટ્રક ચાલક અજાણ્યા યુવકને કચડી થયો ફરાર

ભચાઉ પોલીસે મથકે ટ્રક ચાલક વિરૂદ્ધ નોંધાયો ગુનો

અંજાર : તાલુકાના વરસાણા અને નાની ચીરઈ નજીક આવેલા પુલ નીચે ટ્રક ચાલકે ૩૦થી ૩ર વર્ષના અજાણ્યા યુવકને કચડી સ્થળ પર જ મોત નિપજાવી ટ્રક મુકી નાસી ગયો હતો. બનાવને પગલે ભચાઉ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ શાકભાજીનો ધંધો કરતા વિજયભાઈ સંતોષભાઈ વિશ્વાસ (ઉ.વ. ૪૮)એ જીજે૧૪-એક્સ-૭૧પ૪ નંબરના ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ટ્રક ચાલકે પોતાના કબજાનું વાહન પૂરપાટ વેગે અને બેદરકારી પૂર્વક હંકારીને વરસાણા પુલ નીચેથી પગપાળા જતા ૩૦થી ૩ર વર્ષિય અજાણ્યા યુવકને હડફેટમાં લીધો હતો. યુવાનને કચડી તેનું ઘટનાસ્થળે જ મોત નિપજાવી ટ્રક ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે છોડીને જ નાસી ગયો હતો. બનાવને પગલે ભચાઉ પોલીસ મથકે ગુનો નોંધાતા પીએસઆઈ એમ.કે. મક્વાણાએ આગળની તપાસ હાથ ધરી છે.