વરસાણામાં બીયરનો જથ્થો પકડાયો

અંજાર : તાલુકાના વરસાણામાં પોલીસે છાપો મારી એક શખ્સને ૪ ટીન બીયર સાથે પકડી પાડ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વરસાણા ગામે રહેતા દાઉદ લુકમાન હિંગોરજા (ઉ.વ.૩ર)ને બાતમી આધારે હેડ કોન્સ સુખદેવસિંહ જાડેજાએ છાપો મારી ૪ ટીન બીયર કિં.રૂા. ૪૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી સલાખો પાછળ ધકેલી દીધો હતો.