વરતેજ નજીક તળાવમાં ન્હાવા પડેલા ૨ બાળકોના મોત

(જી.એન.એસ.)ભાવનગર,ભાવનગરમાં વરતેજ નજીક તળાવમાં ડૂબવાથી ૨ બાળકોના મોત નીપજ્યાં છે. તળાવ ન્હાવા પડેલા ૨ બાળકોના મોત થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મ્મલે પોલીસને જાન થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.આ મામલે મળતી માહિતી અનુસાર, શહેરના વરતેજ નજીક તળાવમાં બાળકો ન્હાવા પડ્યા હતા. ત્યારે તેઓ ડૂબીગયા હતા આ મામલે પરિવારને જાન થતા તેઓએ પોલીસને જાન કરી હતી જે બાદ બાળકોની શોધખોળ કરવામાં આવી હતી જે દરમિયાન રાત્રે બન્ને બાળકોના મૃતદેહ મળી આવ્યા. હતા. જણાવીએ કે ૯ અને ૧૦ વર્ષીય બાળકોનો મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ મામલે શહેર પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.