વધુ સમયનો ‘આધાર’ : કેન્દ્ર સરકાર તૈયાર

આધાર કાર્ડને બેંક-મોબાઈલ સાથે લીંકઅપ કરવાની સમયમર્યાદા વધારવાની દર્શાવી તૈયારી : આગામી ૩૧મી માર્ચ ર૦૧૮ સુધી વધી શકે છે અવધી

નવી દિલ્હી : આધારકાર્ડને વિવિધ અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજા સાથે લીંકઅપ કરવા સબબ કેન્દ્ર સરકારે તાકીદ આપી હતી એ તેને લીંકઅપ કરવાની અંતિમ તીથી ૩૧મી ડીસે.ર૦૧૭ રખાઈ છે પરંતુ હવે તેને વધારાઈ શકે છે.
આ મામલે જાણવા મળતી વધુ વિગતો અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમકોર્ટમાં આ બાબતે રજુઆત કરવામા આવી હતી જેમા જણાવ્યા અનુસાર આધારને બેંક તથા મોબાઈલ સહિતની સાથે લીંક અપ કરવાની ડેડલાઈન ૩૧મી ડીસે.ર૦૧૭ રાખી હતી પરંતુ હવે સરકારનું વલણ તે બાબતે બદલ્યુ હોય તેવી રીતે આ સમયમર્યાદા વધારવા સરકાર તૈયારી હોવાની દરખાસ્ત અને એકરાર સુપ્રીમકોર્ટમાં રજુ કરવામા આવી છે.
સરકાર દ્વારા આધારકાર્ડને લીંકઅપ કરવા સબબની ડેડલાઈન ૩૧મી ડીસેમ્બર ર૦૧૭થી વધારીને ૩૧મી માર્ચ ર૦૧૮ કરવાની તેયારી દર્શાવી છે. નોધનીય છે કે આ મામલેની આજ રોજ સુપ્રીમકોર્ટમાં સુનાવણી હાથ ધરવામા આવી છે. ૩૧મી ડીસેમ્બરની ડેડલાઈન નજીક જ આવવા પહોંચી રહી છે અને તમામ પક્ષકારોને હજુ સુધી સાભળી શકાયા નથી તેવામા આ સમયમર્યાદા વધારવા માટે ભારતની કેન્દ્ર સરકાર તૈયાર હેવાનો એકરાર કર્યો છે. જેના પગલે આગામી ત્રણ માસ સુધી આ ડેડલાઈનને એકસટેન્ડ કરવામા આવી શકે છે.
કેન્દ્ર સરકાર દ્વારા આજ રોજ મુકવામા આવેલા પ્રસ્તાવમાં જણાવાયુ છે કે, જા પક્ષકારો અને સુપ્રીમ ઈચ્છશે તો વધુ સમય તેઓને જાઈશે તો તે આપવા માટે કેન્દ્ર સરકાર તૈયાર છે. જા કે આ મામલે અંતિમ નિર્ણય સુપ્રીમકોર્ટે જ કરવાનો છે. ત્યારે હવે આગામી ૩૧મી માર્ચ સુધી આધાર લીંકઅપની રાહતરૂપ તૈયારી સરકારે દેખાડી છે. તેવામાં સુપ્રીમ કોર્ટ કેવુ વલણ અપનાવે છે તે તરફ મીટ મંડાયેલા છે.