વધી રહી છે ટ્રેન દુર્ઘટનાઓ, શામલીમાં દિલ્હી-સહારનપુર ટ્રેન પાટા પરથી ઉતરી

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાય મહિનાઓથી દેશમાં ટ્રેન દુર્ઘટના ઘટવાનું નામ લઈ રહી નથી. એવામાં ઉતરપ્રદેશના શામલીમાં પણ ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટના બની હતી. શામલીમાં દિલ્લી-સહારનપુર ટ્રેનના ૬ કોચ પાટા પરથી ઉતર્યા ગયા હતાં.જો કે તે સમયે સ્ટેશન પર ટ્રેન શંટિગ માટે ઉભી રહી હતી, તેથી કોઈ જાનહાનિ થયાની દુર્ઘટના બની ન હતી. આ ટ્રેન દુર્ઘટનાના કારણે દિલ્હી અને સહારનપુર આવતી જતી ટ્રેનો મોડી પડી હતી. તેની પહેલા ગુરુવારે પણ નિઝામુદ્દીન એક્સપ્રેસ ગોવામાં દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતરી ગયું હતું. જો કે ત્યાં પણ કોઈ જાનહાનિ થઈ ન હતી. નિઝામુદ્દીન એક્સપ્રેસ જે પાટા પરથી ચાલી રહી હતી ત્યાં કામ ચાલતું હોવાથી તેને ડાયવર્ટ આપવામાં આવ્યું હતું, જ્યાં અચાનક પાટાનો એક ભાગ તૂટી પડતા ટ્રેનનું એન્જિન પાટા પરથી તૂટી પડ્યું હતું. આ ટ્રેન સાથે કોઈ દુર્ઘટના બની ન હતી, પરંતુ એન્જિન પાટાથી ૧ મીટર નીચે ઉતરી ગયું હતું. બાદમાં રેલવે તંત્ર દ્વારા તાત્કાલિક પાછળના ડબ્બાઓને વિસાપુર પહોંચાડવામાં આવ્યા હતા.તેની પહેલા ૧૯ ગસ્ટ ૨૦૧૭ના રોજ મુઝફ્‌ફરનગરમાં પણ પુરી – હરિદ્વાર ઉત્કલ એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી, જેમાં ૨૩ લોકોના મોત થયા હતા અને ૪૦ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.