વતનવાસીઓને મોદીજીના અનેક ઈશારા :ર૦રર સુધીનો મને સમય આપો!

ગુજરાત પ્રવાસમાં મોદીએ ઘણી એવી વાતો કરી કે તેમનો કહેવાનો ઇશારો કંઈક જુદો હોઈ શકે છે : ર૦૧૯ની ચૂંટણી, ર૬ જિલ્લાઓ, ગરીબ-આદિવાસી કોંગ્રેસી વોટબેંક પર નજર સહિતના મુદ્દાઓ વલસાડ-જૂનાગઢના મોદીજીના પ્રવચનોમાં ફરી ફરીને સંભળાયા..

 

ગાંધીનગર : વલસાડમાં ૫૮૬.૧૫ કરોડની અસ્ટોલ જુથ પાણી પુરવઠા યોજનાની ખાતમુહૂર્ત વિધિ માટે ગુરુવારે પધારેલા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ સભા સ્થળેથી જ ૨૬ જિલ્લાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ બનેલા ઘરોનું ઇ
લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાને બંને યોજનાઓને આધાર બનાવીને તેમની સરકાર વિકાસને મહત્વ આપતી હોવા તરફ જોર આપવાની સાથે આગામી લોકસભાની ચૂંટણીનું બ્યુગલ ફુક્યું હોય એવું જણાય છે. તેમણે પોતાના ભાષણમાં એવા નિવેદનો આપ્યા જેમાં ખરેખર તેમનો કહેવાનો અર્થ જુદી રીતે કાઢી શકાય. ૨૦૧૯માં લોકસભાનું ઇલેક્શન છે. ગુજરાતમાં લોકસભાની ૨૬ સીટો છે. આમ ૨૬ જિલ્લામાં કાર્યક્રમ યોજીને પ્રધાનમંત્રી ૨૬ જિલ્લામાં પોતાની હાજરી બતાવવા માંગે છે.તેઓ મેસેજ આપવા માંગે છે કે હું તમામ સાથે છું.સામાન્ય રીતે ગરીબ અને આદિવાસી એ કોંગ્રેસની વોટબેંક ગણાય છે. વારંવાર તેમના માટે અને તેમના વિકાસ અને તેમની જરૂરિયાત તરફ સરકાર ધ્યાન આપતી હોવાનું જણાવીને કોંગ્રેસની વોટબેંક પર તેમની નજર છે.આ ઉક્તિથી તેઓ ફરીથી એવું કહવા માંગી રહ્યા છે કે ૨૦૨૨ સુધીમાં કામ કરવા માટે તેમને સમય જોઈએ. સ્વાભાવિક
પણે આ માટે ૨૦૧૯માં તેમની પાર્ટી જીતે તે જરુરી છે.કોંગ્રેસે ભૂતકાળમાં ગરીબોના મતો માટે ગરીબી હટાવ જેવા નારા ચલાવ્યા હતા. તેની સામે વડાપ્રધાને ગરીબોના સશક્તિકરણથી ગરીબી હટાવવાના પ્રયાસો કરી રહ્યા છે, તેવું કહ્યું હતું. રાજ્યના પ્રથમ આદીવાસી મુખ્યમંત્રી કોંગ્રેસના અમરસિંહ ચૌધરી વ્યારાના હતા. ગામમાં પણ પાણી પહોંચાડી શકતા નથી એવું કહીને કોંગ્રેસ શાસનની નબળાઈ ગણાવી રહ્યા છે.ઇ-ગૃહ પ્રવેશ સમયે વડા પ્રધાને મહિલાને પુછ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ઘર બનાવ્યું ત્યારે તમને સમય પર તમામ રૂપિયા મળ્યા કે કોઈને દલાલી આપી ત્યારે મહિલાએ કહ્યું કે કોઈને દલાલી નહીં આપી આવું પ્રસ્થાપિત કરીને વડાપ્રધાને કહેવા માંગે છે કે અમારી સરકાર ભ્રષ્ટાચારમુક્ત છે. દિલ્લીથી એક રૂપિયા આવે તો તમામ ૧૦૦ પૈસા લોકો સુધી પહોંચે છે કારણ કે કટકી કંપની બંધ છે.