નખત્રાણા-ખાવડા સમીપેના ઠામો પોલીસ તપાસના સ્કેનરમાં : વડોદરા સીટ

ભારત-પાકિસ્તાન બોર્ડર પાસે આવેલા ગામોમાં હવાલા મારફતે આવતી રકમથી થતા કામોની પોલીસ દ્વારા ચાલતી તપાસ : દાનના નામે ભારત બહારથી અહીં આવતા હતા લાખો રૂપીયા, તપાસમાં થઈ શકે છે મોટો ખુલાસો : સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ દ્વારા કરાઈ રહી છે ઊંડી તપાસ

ખરેખર ધાર્મિક સ્થાનો નવા બનતા હોય તેમાં દાતા નાણા દાન આપે તે મેળવનારને કયા ખબર છે કે, આ નાંણા કયાથી આવ્યા..? મેળવનારને તો નાંણા મળ્યા તેમાં જ સંતોષ હોય, નાંણા કયાથી આવ્યા તે માહીતી મેળવવાની લેનાર શા માટે ઉપાધીમાં પડે ? ખરેખર તો આવા નાણાં દેનારને જ જવાબદાર ગણવા જોઈએ..!

હવાલા રેકેટના મુખ્ય સુત્રધાર સલાઉદીન પાસેથી ફંડ આવતુ હોવાની કચ્છના ધાર્મિક ઠામના સંચાલકોએ કબુલાત કરી હોવાનુ વડોદરાની તપાસનીશ પોલીસ અધિકારીનો ખુલાસો : કચ્છના ધાર્મિક ઠામોમાં સલાઉદીન હવાલા-ધર્માંતરણ કેસની તપાસ કરી રહ્યા છીએ : શમસેરસિંહ(વડોદરા પોલીસ) : હવાલાની રકમ અથવા તો દાનના પૈસા ભુજ-કચ્છ સુધી કેવી રીતે પહોંચતા હતા તે રૂટની તપાસમાં જોતરાઈ છે તપાસનીશ એજન્સી..

ગાંધીધામ : હવાલા કાંડની તપાસમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) કચ્છમાં ભારત-પાકિસ્તાનની બોર્ડર પાસે આવેલા કેટલાક ધાર્મિક સ્થાનો સુધી પહોંચી ગઈ છે. SIT દુબઈથી આવતા રૂપિયાના કેસમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં હવાલા કાંડનું દુબઈથી ગુજરાત કનેક્શન બહાર આવ્યું હોવાનો અહેવાલ અંગ્રેજી અખબારમાં ઉજાગર થવા પામ્યો છે.અહેવાલમાં સિનિયર પોલીસ અધિકારીએ આ અંગે જણાવ્યું કે, “લાખો રુપિયા અને ડોનેશનના નામે હવાલા કાંડ ચલાવાતો હતો, જેમાં છ જેટલા ઠામો દ્વારા બુનિયાદી શીક્ષણ પણ ચલાવવામાં આવતી હતી. કચ્છના આ ઠામો ભારત સાથે જોડાયેલી પાકિસ્તાનની બોર્ડરથી ઘણી જ નજીકમાં આવેલી છે. અમે આ સ્થાનકોના સંચાલકો સાથે વાત કરી છે અને તેમણે જણાવ્યું છે કે તેમને ફંડ સલાઉદ્દીન શૈખ પાસેથી મળતું હતું, જે આ હવાલા રેકેટમાં મુખ્ય આરોપી છે.”શહેરના પોલીસ કમિશનર શમશેર સિંઘે આ અંગે પુષ્ટી કરી છે કે આ તેમની ટીમ દ્વારા આ કેસમાં કચ્છમાં આવેલા ધાર્મિક ઠામોેમાં તપાસ કરવામાં આવી છે, જેમાં હવાલા કાંડ સહિત ધર્મ પરિવર્તનના રેકેટને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે, અમે હજુ આ કેસમાં તપાસ કરી રહ્યા છીએ.પોલીસે અંગ્રેજી અખબારમાં ઉજાગર થયેલા અહેવાલમાં કરેલી વાતચીતમાં જણાવ્યું છે કે, “અમારી પાસે ધાર્મિક ઠામના નામે જેમણે રૂપિયા સ્વીકાર્યા છે તેમના નિવેદનો છે. સલાઉદ્દીન શૈખ દ્વારા રૂપિયા મોકલવા માટે અફ્મી ટ્રસ્ટનો ઉપયોગ કરવામાં આવતો હતો. હવે અમે સામાજિક સેવાના નામે આ ઠામો મોકલવામાં આવતા ફંડ અને શૈખના રૂપિયા મોકલવાના રૂટ અંગે તપાસ કરી રહ્યા છીએ.”સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ દ્વારા કરાયેલી તપાસમાં તો ધાર્મિક ઠામોના નામો પણ બહાર આવી જવા પામ્યા હોવાનુ કહેવાય છે. જેમા નખત્રાણા, ખાવડા પટ્ટાના ગામોના ઠામો તપાસની રડારમાં આવ્યા હોવાનુ મનાય છે. આ અંગે આગળ પોલીસે જણાવ્યું કે, “અમે આ ધાર્મિક સ્થળોએ ચાલતી કામગીરીની તપાસ કરી રહ્યા છીએ અને ફંડનો કઈ રીતે ઉપયોગ કરાતો હતો તેની પણ તપાસ કરાઈ રહી છે. આ કેસમાં ગેરકાયદેસર રીતે રૂપિયા મોકલવામાં કે સ્વીકારવામાં આવતા હોઈ શકે છે. આ ઠામો પાકિસ્તાન બોર્ડરથી ઘણી જ નજીકમાં આવેલી છે, જ્યાં મોટા પ્રમાણમાં દાન અને હવાલાના રૂપિયા આવતા હતા જે કંઈક ખોટું થઈ રહ્યું હોવાના સંકેત આપે છે.” તેવુ પણ પોલસીે અંગ્રેજી અહેવાલમાં જણાવ્યુ છે. જો કે, આ બધુ હજુય તપાસ હેઠળ જ છે.પોલીસ દ્વારા આ કેસમાં હવે યુકેના બિઝનસમેને કે જેણે પાછલા ૫ વર્ષમાં સલાહુદ્દીન દ્વારા ૮૦ કરોડ રૂપિયા મોકલ્યા છે, તેની ધરપકડ માટે રેડ-કોર્નર નોટિસ માટેની કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું કે, “એકવાર અમને શેખની કસ્ટડી મળે તે પછી મજબૂત પુરાવા મળશે, અમે યુકેના બિઝનસમેનની કસ્ટડી માટે નોટિસ ઈસ્યુ કરીશું.

સલાઉદીન પ્રતિમાસ પાંચ-થી ૧૦ લાખ ભુજ મોકલતો હતો.!

યુ.કે.ના બિઝનેશમેન દ્વારા ૬૦ કરોડ હવાલા મારફતે દુબઈથી શેખને મોકલ્યા હોવાનો પણ થયો ખુલાસો

ગાંધીધામ : વડોદરાના ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા એક અંગ્રેજી અખબારને આપેલા અહેવાલમાં કરેલા વધુ ખુલાસાઓ અનુસાર શેખ અહીં ભૂજમાં આવેલી મસ્જિદોમાં દર મહિને ૫-૧૦ લાખ રૂપિયા મોકલતો હતો અને તેના શંકાની સોય છે, જ્યારે વડોદરામાં આવેલી મસ્જિદને ૩૫ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.UKના બિઝનસમેને રૂપિયા ૬૦ કરોડ હવાલા દ્વારા દુબઈથી શેખને મોકલવ્યા હતા. તેણે ૧૯ કરોડ રૂપિયા દાનના નામે પણ મોકલ્યા હતા. શેખના બેંક અકાઉન્ટ માંથી ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં પણ નાણા મોકલવામાં આવ્યા છે.