વડોદરા રીફાઈનરીમાં હાઈડ્રોજન બનશે : પ્રધાન…. ગુજરાત સરકાર-આઈઓસીએલ વચ્ચે કરાર

કેન્દ્રીય મંત્રી શ્રી પ્રધાન અને સીએમ રૂપાણી તથા આઈઓસીના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત : રૂપીયા ર૪ હજાર કરોડના રોકાણની વિવિધ સમજુતી પર કરાર : સીએમ વિજયભાઈએ કચ્છમાં દુનીયાના સૌથી મોટા રીન્યુએબલ એનર્જી પ્લાન્ટનો પ્રેસ દરમ્યાન કર્યો ઉલ્લેખ

કોરોનાકાળમાં ગુજરાતે સમગ્ર દેશની મદદ કરી : ધમેન્દ્ર પ્રધાન

ગાંધીનગર : આજ રોજ કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ગુજરાતના પ્રવાસે આવ્યા છે ત્યારે ગુજરાત સરકાર અને આઈઓસીએલ વચ્ચે પણ મહત્વપૂર્ણ એમઓયુ કરાર કરવામાં આવ્યા છે. પ્રથમ કેન્દ્રીય પ્રધાને અને તે બાદ રાજયના સીએમ વિજયભાઈ દ્વારા પ્રેસને સંબોધન કરીને આ બાબતે માહીતીઓ આપી હતી.

 કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધમેન્દ્ર પ્રધાન આજે ગુજરાતના પ્રવાસે છે. તેઓએ અહી પ્રેસને સંબોધન કરી અને કોરોનામાથી ગુજરાત ઝડપથી બહાર આવી ગયયુ હોવાનુ કહી અને ઓકિસજન બાબતે કરેલી વ્યવસ્થાઓની તેઓએ પ્રસંસા કરી અને કહ્યુ હતુ કે, કોરોનાના સમયમાં ગુજરાત સમગ્ર દેશને મદદ કરી હતી તે પ્રસંસનીય છે. તેઓએ કહ્યુ કે, મોદીજી ગુજરાતમાં વિકાસની આહલેખ જગાવીને કેન્દ્રમાં આવ્યા છે, વિજયભાઈ રૂપાણી તે વિકાસયાત્રાને બહાર આગળ ધપાવી રહ્યા છે. આ તબક્કે કેન્દ્રીય પ્રધાને જાહેરાત કરીને કહ્યુ હતુ કે, વડોદરા રીફાઈનરીમાં હાઈડ્રોજન બનાવવામાં આવશે અને તે પ્લાન્ટ પીએમશ્રીના હસ્તે ટુંક જ સમયમા લોકાર્પિત કરવામા આવનાર છે. ગુજરાત અત્યાર ગ્લોબલ એવરેજમાં ર ટકા આગળ છે. પ્રધાને કહ્યુ કે, પીએમના હસ્તે જ વડોદરાના એકસપાન્ડ પ્રોજેકટને પણ ઝડપથી જ શરૂ કરવામા આવશે. ત્યારબાદ વિજયભાઈએ પણ પ્રેસને સંબોધન કરી અને જણાવ્યુ હતુ કે, ગુજરાત તમામ ક્ષેત્રે વિકાસની હરણફાળ કોરોનામાં પણ યથાવત જ રાખી છે. આજ રોજ પણ આઈઓસી સાથે ગુજરાત સરકાર દ્વારા કરાર કરવામાં આવ્યા હોવાની માહીતી તેઓએ આપી હતી. સીએમ દ્વારા કચ્છના રણમાં વિશ્વના સૌથી મોટા રીન્યુએબલ એનર્જી પ્લાન્ટ પીએમના હસ્તે લોકાર્પિત કરાયો તેનો પણ આ તબક્કે ઉલ્લેખ કરાયો હતો.