વડોદરામાં ૧ મહિલા સહિત ૨ દેશી દારૂના ધંધામાં ઝડપાયા

(જી.એન.એસ), વડોદરા, દારૂ કાઢવા માટે વોશમાં આથો લાવવા ફટકડી તથા એસિડનો ઉપયોગ કરતો હોવાની કબૂલાત આરોપીએ કરી છે. અન્ય એક દરોડામાં સાંગમાં ગામે પાદરા પોલીસે છાપો મારી મંજુલાબેનને ઝડપી પાડી હતી. છાપા દરમ્યાન પોલીસે તેના ઘરમાંથી બે ડ્રમ ભરી દેશી દારૂ કબજે કર્યો હતો. સ્થળ પરથી મળી આવેલી ફટકડી અંગે જણાવ્યું હતું કે, દારૂ બનાવવા માટે ફટકડીનો ઉપયોગ થાય છે. આમ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી હાનિકારક ફટકડીનું ભેળસેળ કરી દેશી દારૂ વેચાણ કરવા માટે તૈયાર કર્યો હતો. દેશી દારૂ બનાવવા માટે ફટકડી અને એસિડનો ઉપયોગ કરનાર એક મહિલા સહિત બે બુટલેગરોની પોલીસે પ્રોહીબીશન એક્ટ હેઠળ અટકાયત કરી નાગરિકોના જીવ સામે ચેડા કરવા મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર શેરખી ગામના ઠક્કર ફળિયામાં રહેતા સુરેશ માળીના ઘરે તાલુકા પોલીસે ચોક્કસ માહિતીના આધારે દરોડો પાડ્યો હતો આ દરમિયાન મકાનમાંથી તેમજ મકાકનના પાછળના ભાગેથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ દરમિયાન ફટકડી, એસિડ પણ મળી આવ્યું હતું.