વડોદરામાં વીઓઆઇપી એક્સચેન્જથી ચાલતા જાસૂસી નેટવર્કનો પર્દાફાશઃ ૧ની ધરપકડ

(જી.એન.એસ.)વડોદરા,ગુજરાત એટીએસ અને વડોદરા એસઓજીએ મળીને વડોદરાના વાસણા વિસ્તારમાં ગેરકાયદેસર VoIP એક્સચેન્જથી ચાલતા જાસુસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે અને એક આરોપીની ધરપકડ કરી છે. આ સમગ્ર નેટવર્ક મહારાષ્ટ્રથી ચાલતુ હોવાનો ઘટસ્ફોટ થયો છે.ગુજરાત એટીએસને ઇનપુટ મળ્યા હતા કે, પોસ્ટ પેઇડ પીઆરઆઇ લાઇનનો ઉપયોગ કરીને વડોદરાના વાસણા વિસ્તારમાં ગેરકાયદેસર VoIP એક્સચેન્જ ચલાવીને ઇન્ટરનેશનલ કોલ રૂટીંગ કરવામાં આવી રહ્યું છે. જેના આધારે એટીએસના પીઆઇ એસ.એન. પરમાર અને અધિકારીઓની એક ટીમે વડોદરાની એસઓજીની મદદથી વાસણા રોડ પર આવેલી દુકાન નં-૩૦, સિદ્ધાર્થ એક્સેલન્સમાં રેડ પાડી હતી અને ગેરકાયદેસર VoIP એક્સચેન્જથી થતી જાસુસીનો પર્દાફાશ કર્યો હતો અને સ્થળ પરથી શહેજાદ મહાંમદ રફીક મલેક(રહે, ૩૨, મધુરમ સોસાયટી, કિડ્‌સ કેર સ્કૂલ પાસે, તાદંલજા, વડોદરા)ની ધરપકડ કરી હતી.આરોપી શહેજાદની વધુ પછપરછ કરતા જાણવા મળ્યું હતું કે. જીની અનીલ(નોઆહ) વાસવાની(રહે, ભાયાંદર વેસ્ટ થાણે, મહારાષ્ટ્ર) આ દુકાનનો ભાડૂઆત છે અને તેના સાગીરતો આમીએર ઉર્ફે હારૂન અબ્દુલ માજીદ નાટવાની(રહે, રો હાઉસ નં-૮, તુલિપ બિલ્ડિંગ, મીરા-ભયાંદર રોડ, થાણે મહારાષ્ટ્ર), ઇસાક સચીન રાજ(રહે, ફ્લેટ નં-૪૦૩, બિલ્ડિંગ નં-૩૪૧, શૃષ્ટી હાઇસિંગ કોમ્પલેક્ષ, સેક્ટર-૩, મીરા રોડ, ઇસ્ટ, મીરા ભયંદર, થાણે, મહારાષ્ટ્ર) ભેગા થઇને ઇન્ટરનેશનલ કોલ રૂટીંગ કરવા માટે કોમ્પ્યુટર તથા જીઓના વાઇફાઇ તથા રાઉટર ગોઠવી ગેરકાયદેસર VoIP એક્સચેન્જ બનાવીને મહારાષ્ટ્રથી ઓપરેટ કરતા હતા.