વડોદરામાં દેણા ગામ પાસેથી ૧.૫૪ લાખના દારૂ સાથે ૨ આરોપીની કરી ધરપકડ

(જી.એન.એસ)વડોદરા,વડોદરામાં દેણા ચોકડી પાસે LCBએ વોચ ગોઠવી હતી. તે દરમિયાન એક પૂરઝડપે આવતી કારને પોલીસે તેને રોકી હતી, પરંતુ કાર ઉભી રહી નહતી. જોકે, પોલીસે ગાડીનો પીછો કરી ૨ આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે ગાડીની તપાસ કરતા તેમાંથી ૧.૫૪ લાખનો દારૂ પકડાયો હતો. પોલીસે બે આરોપીઓને પકડી પૂછપરછ કરતા રણોલીના ગોડાઉનમાંથી પણ જંગી જથ્થો મળ્યો હતો.દેણા ચોકડી પાસેથી દારૂ ભરેલી ગાડી લઈને જતાં બે આરોપીને ન્ઝ્રમ્એ રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બંને આરોપી દેણા ગામ તરફ ગાડી ભગાવી હતી. પોલીસે ૧.૫૪ લાખ રૂપિયાની લાખની કિંમતનો દારૂ, ૩ ફોન અને ગાડી સહિત કુલ ૪.૭૪ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૂનો જથ્થો વાઘોડિયા ચોકડી અને તરસાલી ખાતે રહેતા બે જુદાજુદા શખ્સને આપવાનો હતો.પોલીસને બાતમીના આધારે છાણી ફર્ટિલાઈઝર તરફથી આવતી ગાડીને ઉભી રાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપીઓએ પૂરઝડપે ગાડી હંકારી કાઢી હતી. પોીલસે પણ પીછો કરી બંને આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓ અશોક કૃષ્ણરામ બિશ્નોઈ અને ઓમપ્રકાશ હુકમારામ બિશ્નોઈ (રહે .પુષ્પમ હોમ્સ, બિલ-કલાલી રોડ, મૂળ રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. પોલીસે ગાડીમાં તપાસ કરતાં ૧.૫૪ લાખ રૂપિયાની કિંમતનો દારૂ-બિયરનો જથ્થો મળ્યો હતો.