વડોદરામાં જપ્ત કરવામાં આવ્યા ૫૦ લાખના નકલી સેનિટાઈઝર

(જી.એન.એસ.) વડોદરા, કોરોનાના કોહરામ વચ્ચે ગુજરાતના વડોદરામાં ભારે માત્રામાં નકલી સેનિટાઈઝર જપ્ત કરવામાં આવ્યા છે. અહીં શહેરની ગોરવા જીઆઈડીસી સ્થિત એ કે ઈન્ડસ્ટ્રીઝમાં ક્રાઈમ બ્રાંચે રેડ પાડી હતી. જ્યાંથી ક્રાઈમ બ્રાંચની ટીમને મોટી સંખ્યામાં નકલી સેનિટાઈઝર મળ્યા. ક્રાઈમ બ્રાંચના એક અધિકારીએ જણાવ્યુ કે પ્રારંભિક પૂછપરછમાં ૫૦ લાખ રૂપિયાની કિંમતના નકલી સેનિટાઈઝરની વાત સામે આવી છે.અધિકારીના જણાવ્યા મુજબ શહેર પોલિસની ટીમને મળેલી માહિતી મુજબ આ કાર્યવાહી કરવામાં આવી. બાદમાં વિધિ વિજ્ઞાન  પ્રયોગશાળા(એફએસએલ)ની ટીમની મદદ લઈને નકલી સેનિટાઈઝરમાં ઈથેનોલ નામનો આલ્કોહોલ ભેળવેલ હોવાની શંકાના આધારે તપાસ શરૂ કરવામાં આવી. તેમણે કહ્યુ કે વિધિ વિજ્ઞાન પ્રયોગશાળા (એફએસએલ)નો રિપોર્ટ આવ્યા બાદ પોલિસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો.