વડોદરામાં ચાલતા જુગાર ક્લબનો પર્દાફાશઃ સંચાલક સહિત ૭ની ધરપકડ

(જી.એન.એસ.)વડોદરા,વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં મુંબઇની સ્ટાઇલમાં ચાલતી જુગાર ક્લબ પર રેડ પાડીને પોલીસે ક્લબ સંચાલક સહિત ૭ આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. કેટલાક જુગારીઓએ ત્રીજા માળેથી દોરડું લટકાવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તમામ જુગારીઓને ઝડપી પાડ્યા હતા.વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રમજીવીનગરમાં પ્રવિણ પટેલ નામનો શખસ હાઇપ્રોફાઇલ જુગાર ક્લબ ચલાવતો હતો. આ હાઇપ્રોફાઇલ ક્લબ અને માંજલપુર પોલીસને બાતમી મળી હતી. જેથી માંજલપુર પોલીસે શુક્રવારે મોડી રાત્રે શ્રમજીવીનગરમાં ચાલતી હાઇપ્રોફાઇલ જુગાર ક્લબ પર રેડ પાડી હતી. પોલીસે રેડ પાડતા જ જુગાર રમી રહેલા જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. કેટલાક જુગારીઓએ તો પોલીસથી બચવા માટે દોરડું લટકાવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસ પકડી લેતા ભાગવમાં સફળતા મળી નહોતી.માંજલપુર પોલીસે હાઇપ્રોફાઇલ જુગાર ક્લબમાં તપાસ કરતા રાઉન્ડ ટેબલ, રેડ કાર્પેટ, પ્લાસ્ટિક કોઇન્સ(સિક્કા) અને રોકડ રકમ મળી હતી. પોલીસે આ મામલે હાઇપ્રોફાઇલ જુગાર ક્લબ ચલાવતા પ્રવિણ પટેલ સહિત ૭ આરીપઓની ધરપકડ કરી હતી અને તમામ મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.વડોદરા શહેરમાં અત્યાર સુધી અનેક વખત રેડ પાડીને હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ ઝડપી પાડી હતી. જોકે, મુંબઇ સ્ટાઇલમાં ચાલતી હાઇપ્રોફાઇલ જુગાર ક્લબ પહેલીવાર પકડાઇ છે.