વડોદરાના નિવૃત્ત શિક્ષકને કાળી હળદર અપાવવાના બહાને ૫.૭૦ લાખની છેતરપીંડી

(જી.એન.એસ), વડોદરા, , (જી.એન.એસ), વડોદરા, આજ કાલ લોકો લાલચ તેમજ લોકોની જરૂરિયાતની ચીજવસ્તુ સસ્તી અને લોભામણી સ્કીમો કરી લોકોને છેતરે છે તેમાં વડોદરામાં કાળી હળદર અપાવવાના બહાને રાજસ્થાન લઈ જઈ નિવૃત્ત શિક્ષક પાસેથી ૫.૭૦ લાખ પડાવનાર અને કાળી હળદર માટે બે કરોડની માંગ કરી તેના ટેસ્ટિંગ માટેનું તરકીબ અજમાવતા સમયે ત્રાટકેલી સાવલી પોલીસે ૦૯ ભેજાબજોને ઝડપી પાડી છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આણંદના આસોદર ગામે રહેતા સુરેશભાઈ પરમાર સરકારી પ્રાથમિક શાળામાંથી શિક્ષક તરીકે નિવૃત્ત થયા છે. ત્રણ મહિના અગાઉ તેઓ રસુલપુર કેનાલ પાસે હતા તે સમયે પ્રવીણ સોલંકી, સંજય પંડિત અને કાળાભાઈ પરમાર વાતચીત કરી રહ્યા હતા કે નગ્ન દેખાય તેવા ચશ્મા, કાળી હળદર, મયુર પંખ, રાઈસ પૂલર, કેથોડ, લિબો કોઈન જેવી વસ્તુઓ આ ધરતી પર અસ્તિત્વ ધરાવે છે. તે મળી જાય તો પેઢીઓની પેઢીઓ બેઠી ખાય. તેઓની વાતથી લલચાઈ સુરેશભાઈએ રસ દાખવ્યો હતો. ત્રિપુટીએ જણાવ્યું હતું કે પાંડરવાડા શેખ ફળિયામાં રહેતા સલીમભાઈ સૈયદ પાસે હાલમાં કાળી હળદર છે ફાઇનાન્સર મળે તો અઢી કરોડમાં વેચવાની છે. અને જણાવ્યું હતું કે આ હળદરમાં રેડિયો એક્ટિવ પાવર હોય છે અને તેમાંથી અલગ-અલગ આલ્ફા, બીટા, ગેમાં કિરણો નીકળે છે. જ્યારે ઉપગ્રહ છોડવામાં આવે ત્યારે આ કિરણો નાખવાથી ઉપગ્રહનું ભવિષ્ય ૪૦ વર્ષ સુધીનું થાય છે. આપણે હળદર વેચીએ તો દસ કરોડની કમાણી થશે. વધુમાં જણાવ્યું હતું કે, કાળી હળદરની સામે બંધ કરેલું લોક મૂકવામાં આવે તો તાળું આપોઆપ તૂટી જાય છે અને કપૂરની ગોટી મૂકવામાં આવે તો સળગી ઊઠે છે. સોય મૂકવામાં આવે તો આપોઆપ વળી જાય. હળદર ખરીદવા માટે સુરેશભાઈ ત્રિપુટી સાથે રાજસ્થાન પહોંચ્યા હતા. જ્યાં ૫.૭૦ લાખ ત્રિપુટીએ પડાવી જણાવ્યું હતું કે, વાતાવરણના પગલે હળદર બહાર કાઢી શકાય તેમ નથી ગુણધર્મો મરી જશે. પાર્ટીને ટોકન આપી દીધું છે. હવે પાર્ટી વડોદરા આવી હળદર આપશે અને ટેસ્ટ ફેઈલ જશે તો ટોકન પણ પરત આપી દેશે. પોતે છેતરાયા હોવાની જાણ થતા પોલીસનો સંપર્ક સાધ્યો હતો. જેના આધારે પોલીસે સાવલી તાલુકાના ગાડિયાપુરા ખાતે વોચ ગોઠવી હતી. ત્યારબાદ ફરી આ ટોળકીએ કાળી હળદર અપાવવાના બહાને રૂપિયા બે કરોડ લઇ સાવલી ખાતે બોલાવ્યા હતા. જ્યાં છેતરપિંડી માટે ભેજાબાજો તરકીબ અજમાવતા પોલીસે છાપો માર્યો હતો. આ દરમ્યાન પોલીસે કાળી હળદર, કેથોડ, કપૂરની ડબ્બી, અલગ-અલગ સાઈઝના તાળા, ૦૯ મોબાઈલ ફોન, ૦૪ વાહનો સાથે નવ શખ્સોને ઝડપી પાડયા હતા. જેમાં સંજય પંડિત, સુનિલ પ્રજાપતિ, ગિરીશ પ્રજાપતિ, સલીમ સૈયદ ,કાળાભાઈ પરમાર, પ્રવિણસિંહ સોલંકી વિઠ્ઠલભાઈ પટેલ સોયબભાઈ બીદાણી ઇશરારભાઇ પઠાણનો સમાવેશ થાય છે