વડોદરમાં બુટલેગરના ગોડાઉન પર દરોડા ઃ ડીસીપ સહિતના વહીવટદારોની હપ્તાવસુલીનો પર્દાફાશ

વડોદરા : વડોદરાના બુટલઘર વિક્રમ ચાવડાના ગોડાઉન પર દરોડો પાડવામા આવ્યો છે. સ્ટેટ મોનીટરીંગ સેલના દારૂના ગોડાઉન પર દરોડા પાડવામા આવ્યા છે. સ્ટેટ મોનીટરીંગ સેલની તપાસ દરમ્યાન પોલીસને હપ્તો પહોંચાડતો હોવાની ડાયરી મળી આવી છે. જેમાં ત્રણ ડીસીપી સહિત ૧૦ વહીવટદારોના નામો ઉલ્લેખ કરવામ આવ્યો છે. ડાયરીમાં લાખોની લેવડદેવડના હીસાબો બહાર આવ્યા છે. આ ઉપરાંત અધિકારીઓ સુધી હપ્તો પહોંચાડવામાં આવતો હોવાનુ પણ તપાસમાં બહાર આવ્યું છે.