વડિલોને મેડિકલ સારવાર માટે બસ સેવામાં પ૦ ટકા રાહત આપવા માંગ

વર્લ્ડ સિનિયર સિટીઝન ડે નિમિત્તે

ભુજ :  આવતીકાલે ૧લી ઓકટોબર એટલે આંતરરાષ્ટ્રીય સિનિયર સિટીઝન ડે આ દિવ સ નિમિત્તે સિનીયર સિટીઝન ગુજરાત ફેડરેશન દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરીને વડિલોને વિશેષ રાહત આપવાની માંગ કરાઈ છે.ગુજરાત રાજ્યમાં ૬૦ લાખ જેટલા વડિલો છે. રાજ્ય સરકાર દરેક વર્ગ માટે ખાસ યોજનાઓ અમલી બનાવે છે. ત્યારે વયસ્કો માટે પણ ખાસ લાભ અપાય તેવી માંગ ઉઠી છે. ભુજના સિનિયર સિટીઝન કે.વી. ભાવસારે મુખ્યમંત્રીને રજૂઆત કરતા જણાવ્યું હતુ કે, વયસ્કોને મેડિકલ સારવાર માટે એસ.ટી. બસમાં પ૦ ટકાની રાહત આપવામાં આવે. આ માટે વાહન વ્યવહાર મંત્રી અને આરોગ્ય વિભાગને પણ અગાઉ રજૂઆતો કરવામાં આવી છે. અને હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરીને આ માંગ દોહરાવાઈ છે. સિનિયર સિટીઝન ફેડરેશન ઓફ ગુજરાતના પ્રમુખ શંકરભાઈ ઠક્કરે પણ કે.વી. ભાવસાર વતી સરકારને રજૂઆત કરી છે. પપથી ૬૦ વર્ષથી ઉપરના વડિલોને અવાર નવાર તબીબી સારવાર માટે કચ્છના દુર્ગમ ગામોમાંથી ભુજ, ગાંધીધામ કે, રાજકોટ, અમદાવાદ જવાની ફરજ પડે છે. ત્યારે તેઓને એસ.ટી. બસમાં રાહત મળે તો તેઓ તેટલો ખર્ચ પોતાની દવામાં પણ કરી શકે તેથી મેડિકલ સારવાર મેળવવા માટે વયસ્કોને એસ.ટી.માં રાહત અપાય તેવી માંગ ઉઠી છે.