વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિને કચ્છમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભ અપાશે

જિલ્લા, તાલુકા અને નગરપાલિકાકક્ષાએ વિવિધ ૧૭ સ્થળે કાર્યક્રમ યોજાશે.

 વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે ૧૭/૦૯/૨૦૨૧ ના રોજ કચ્છમાં જિલ્લા, તાલુકા અને નગરપાલિકા કક્ષાએ વિવિધ ૧૭ સ્થળે કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓને અપાશે. જે પૈકી અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની ઉજજ્વલા યોજના-૨ અંતર્ગત ૩૧૦૦ લાભાર્થીઓને ઉજજવલા કીટ અને સબસ્ક્રિપશન વાઉચર અપાશે એમ પુરવઠા અધિકારીશ્રી ચૌધરીએ જણાવ્યું હતુ.  સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની મુખ્યમંત્રી બાળ સહાય યોજના હેઠળ કચ્છ જિલ્લાના કુલ ૬૦ અનાથ બાળકો તેમજ  અંદાજે ૫૧૪ જેટલા સીંગલ પેરેન્ટ બાળકોને ડાયરેક્ટ બેનિફિસરી ટ્રાન્સફર રૂ. બે હજારની સહાય સીધા બાળકોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે તેમ બાળ સુરક્ષા અધિકારીશ્રી વિપુલ ડોરિયાએ જણાવ્યું હતું

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કોરોના વેક્સિનેશન પ્રોગ્રામ અંતર્ગત જિલ્લાના જે ગામોમાં વેકસીનેશનનો ૧૦૦ ટકા પ્રથમ ડોઝ  પૂર્ણ કરાયો છે એવા આ લખાય છે ત્યાં સુધી ૨૨૦ જેટલા સરપંચોનું સન્માન કરવામાં આવશે એમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. જનક માઢક  દ્વારા જણાવાયું છે. જ્યારે ગ્રામીણ વિકાસ વિભાગ દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલય સંબંધી કામગીરી કરવામાં આવશે