લો કર લો બાત..! આતંકી હાફીઝની પણ અપાઈ સોપારી : જાન પર ખતરો!

પાક. સરકારે વધારી સુરક્ષા ઃ મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફીઝ સઇદ મુદ્દે વિદેશી ગુપ્તચર તંત્રે યોજના બનાવ્યાની પાક.ના પંજાબ પ્રાંતના અધિકારીઓનો ઘટસ્ફોટ

 

મુંબઈ ઃ મુંબઇ પર થયેલા આંતકાવાદી હુમલાના માસ્ટરમાઇન્ડને ‘વિદેશી જાસૂસી એજન્સી’એ જાનથી મારી નાંખવાની યોજના બનાવી છે. પાકિસ્તાની અધિકારીઓએ પંજાબના ગૃહ વિભાગને લખેલી ચિઠ્ઠીમાં આ આશંકા વ્યક્ત કરાતાં કડક સુરક્ષા આપવાની માંગણી કરી છે.
પાકિસ્તાનની નેશનલ એન્ટી ટેરરીઝમ ઓથોરિટીએ આ ચિઠ્ઠીમાં લખ્યું છે કે એક વિદેશી જાસૂસી એજન્સીએ સઇદની હત્યા માટે એક પ્રતિબંધિત સંગઠનના બે સભ્યોને આઠ કરોડ રૂપિયા આપ્યા છે.
આ ચિઠ્ઠીમાં પંજાબના ગૃહ વિભાગમાંથી કહ્યું છે કે તેઓ જમાત ઉદ દાવાના પ્રમુખ હાફિઝ સઇદની ચુસ્ત સુરક્ષા સુનિશ્ચિત કરે. આપને જણાવી દઇએ કે આતંકી સરગવા સઇદ એન્ટી ટેરરીઝમ લા, ૧૯૯૭ અંતર્ગત ૩૦ જાન્યુઆરીથી લાહોર સ્થિત પ
ોતાના ઘરમાં નજરકેદ છે. ગૃહ વિભાગે ગયા મહિને જન સુરક્ષા કાયદાની અંતર્ગત તેની નજરકેદ ૩૦ દિવસ (૨૬ નવેમ્બર સુધી) માટે વધારી દીધી હતી. ઉલ્લેખનીય છે કે અમેરિકાએ જૂન ૨૦૧૪મા જમાત ઉદ દાવાને એક વિદેશી આતંકવાદી સંગઠન તરીકે જાહેર કરી દીધો હતો. અમેરિકાએ આતંકવાદી ગતિવિધિઓમાં ભૂમિકા માટે જમાત ઉદ દાવા પ્રમુખ સઇદ પર એક કરોડ ડોલરનું ઇનામ જાહેર કર્યું છે.