લોહીચુસણા કરનારાઓના ઉઘરાણાના હવાલા પણ ખાખીએ લીધા..! : યુવાનના એસીડ ગટગટાવાની ઘટના : ગાંધીધામના ભદ્રવર્ગ માટે ખતરાની ઘંટીરૂપ

આ તે કયાં..નો.ન્યાય..! : અને ‘જયા રક્ષક જ ભક્ષક બને તો જવું કયા? ’ઃ નાણાકીય વ્યહવાર પરીવારના એક જ સદસ્યએ કર્યા..જે અન્ડરગ્રાઉન્ડની અવસ્થામાં છે..અને શિરજોર સિન્ડીકેટ જેવી ટોળકીએ ત્રાસ ગુજાર્યા તેના સમગ્ર પરીવાર પર : ટયુશન ચલાવી ગુજરાન કરનારા પાસેથી પ૦ કરોડ જટલી તગડી રકમની રીકવરી પરીવારના જીવના જાખમે રોજ-બરોજ હેરાન-પરેશાન કરીને મંગાય તો એના માટે તો છેલ્લે આપઘાત કરવા સિવાય બચે જ કયો ઉપાય..તેમાંય માંગનાર-હેરાનકરનાર ખુદ પોલીસવાળો હોય..!

 

કરે કોઈ’ક અને ભરે કોઈ’ક ઃ પૂર્વ કચ્છમાં કાયદો-વ્યવસ્થાની ધાક જ ન હોય તેમ ખુદ પોલીસવાળાઓ જ ‘હવાલા’ લેતા થયા ઃ શીરજાર તત્વો વતીથી દાદાગીરીપૂર્વક પોલીસના ઉઘરાણાથી ગાંધીધામનું એક નિદોર્ષ પરીવાર આવી ગયુ છે આજે પાયમાલીના કગાર પર..

 

પોલીસ-સમાજના લોકો આ શખ્સોને છોડતા નહી?
સ્યુસાઈડ નોટમાં આપઘાતનો પ્રયાસ કરનાર યુવાને લખ્યા કોના કોના નામ?
ગાંધીધામ ઃ ઉઘરાણાખોરોના અધમના પગલે મોતની સોડ તાડવાનો પ્રયાસ કરનારા ગાંધીધામના એક નિદોર્ષ યુવાન હાલમાં સારવાર હેઠળ અમદાવાદમાં છે પરંતુ શા માટે તેણે આવુ પગલુ ભર્યુ છે તેની કાચી ચીઠ્ઠી તે લખી ગયો છે અને તેમાં સિતમ ગુજારનારા અને લોહીચુસણા કરનારાઓના નામજાગ ઉલ્લેખ કરી ગયો છે. જે નામો લખાયા છે તેમાં સોહીલ,ઈન્દી, પુતેશ્વર, શીલ્પા, તેજસભાઈ, એક સ્યુટવાળા, ભગીરથ અને અરવિંદના નામનો ઉલ્લેખ કરાયો હોવાનુ મનાય છે. એસીડ ગટવટાવનાર યુવાને આ તમામના નામોનો ઉલ્લેખ કર્યો છે અને પોલીસ તથા સમાજ આવા તત્વોને ન બક્ષે અને આ તત્વો અન્યોને ન રંજાડે તેવી દાદ પણ માંગવામા આવી છે.

 

ગાંધીધામ :  ન ન્હાવુ કે ન નીચોડવુ..જે લેણાની રકમની સાથે દુર દુર સુધી સંભવત સ્નાન સુતકનો પણ જેને સંબધ ન હોય તેવા એક સાધારણ પરીવારના યુવાન સહિતના સમગ્ર કુટુંબને એક ચોકકસ શીરજાર-માથાભેર ગેંગ સતત રંજાડે, હેરાન કરે, સિતમ ગુજારે, રોજ બરોજ એક યા બીજા નામે ધમકીઓ ઉપર ધમકીઓ જ આપે અને તે પણ પોતાના જમીન-મકાનના દસ્તાવેજા પર આ ગેંગના વશ થઈને સહીઓ કરી દીધી હોય પછી પણ..તો આ અવસ્થામાં કોઈના પાસે શું રસ્તો બચે? તેમાંય જયારે આ સમગ્ર ગેંગની આગેવાની ખાખીધારી શખ્સે લીધી હોય? મજબુત, નિદોર્ષ, હારેલો-તુટેલો માનવી જાય તો કયાં જાય? જયારે રક્ષક ખુદ ભક્ષક બનીને સામે ઉતરે તેવામાં આમપ્રજાને શું કરવુ? તે મગનની સંતુલના ગુમાવી અને હતાશામાં ગરક થવા સિવાય કોઈ વિશેષ માર્ગ રહેતો નથી અને તેવું જ કંઈક ગાંધીધામના પણ એક યુવાને તાજતેરમાં કર્યુ છે. પોતાના પરીવારમાથી ભાઈએ કરોડોનું લેણુ ચડાવી દેતા અને પછી તે એકાએક જ અન્ડરગ્રાઉન્ડ થઈ જતા જાતજાતામાં પાંચ-પંદર નહી પરંતુ ૪૦થી પ૦ કરોડનું લેણું કરી ગયેલ ભાઈ છુ થઈ જતા તેના લેણદાર, માંગદારો, આ સામાન્ય ટયુશન ચલાવતા યુવાન ભણી દાડુકવા લાગી ગયા હતા. ટયુશન કરી અને ગુજરાન ચલાવનારા આ યુવાન અને તેના પરીવારજનોને માથાભારે લોકોએ ધીરે ધીરે ત્રાસ ગુજારવાનો શરૂ કરી દીધો હત. અને આ ગેગની સાથે ગાંધીધામ પોલીસ મથકનાજ એક ખાખીધારી પણ હોવાની વાત બહાર આવી રહી છે. આ તમામના ત્રાસ- દાદગીરીભર્યા આતંકથી ત્રસ્ત આવી અને આ યુવાને અંતે એસીડ પી લીધુ છે અને હાલમાં તેની અમદાવાદ ખાતે સારવાર ચાલી રહી છે. હકીકતમાં પ્રબુદ્ધવર્ગ દ્વારા આ ઘટનાને લઈ અને ગાંધીધામના ભદ્રવર્ગને માટે લાલબત્તીરૂ જ ગણવામા આવી રહી છે. કરી કોઈક ગયુ છે અને ભરી રહ્યુ કોઈ છે. તેમાં પણ ખુદ જેઓની પ્રજાજનોની રક્ષાની ભૂમિકા હોય છે તેઓ જ અહી ભક્ષક બનીને સિન્ડીકટ ટોળકી વતીથી ઉઘરાણાના હવાલા લઈ અને રૌફજમાવી રહ્યા હોવાનો ચિત્ર ઉભુ થવા પામી ગયુ છે.
આ યુવાને એસીડ ગટગટાવ્યા બાદ એક કાચોચીઠ્ઠો આ સમગ્ર ઘટનાક્રમનો રજુ કરતો છોડયો છે અને તેમાં ઘણા ચોકાવનારા ખુલાસાઓ કર્યા છે. તેને અને તેના પરીવારને સાહીલ-ભગીરથ આણી ગેંગ રંજાડતી હતી. પાછલા ત્રણ માસથી તેઓને પરેશાન કરવામા આવતા હતા. સાહીલ અનુ ભગીરથ એકબીજાના મેળાપીપળા કરી અને તેમના ભાભીના નામની ઓફીસ લખાવી લીધી હતી આ ઉપરાંત સ્ટેમ્પ પેપર પર કોરા કાગળ સાથે સહીઓ કરાવી લીધી છે તે ઉપરાંત જયા તેઓ રહે  છે તે અપનાનગરના મકાનની ફાઈલ પણ હસ્તગત કરી લીધી છે. આટઆટલુ તો પડાવી લીધા બાદ પણ સતત હેરાનગતીઓ ચાલુ જ રાખી હતી. સોહીલભાઈ કોણ છે તે ખબર નથી પરંતુ તેનો ભય પોલીસવાળો ભગીરથ સદાય આ પરીવારને બતાવતો જ રહ્યો હતો. દુકાન પડાવી લીધી અને ઘર તથા ઓફીસ આ શખ્સોને પડાવી લેવી હતી.
શિલ્પાએ ગોલ્ડની અરજી પોલીમાં આપી તો વળી ઈન્દર અને પુતેશ્વર દ્વરા ટયુશન કલાસીસ ખાલી કરી દેવાની ધમકીઓ આપવામા આવી રહી છે. જા ખાલી નહી કરે તો રપ ટકા પૈસા આપીને ખાલી કરાવતા અમને આવડે તેવી ધમકીઓ આપતા હોવાનો પણ ચીઠ્ઠીમાં ઉલ્લખ છે.
અમદાવાદવાળા અરવીંદભાઈએ પ્લોટ લખી આપવા માટે દબાણ કર્યુ છે. પ૦ જેટલા ફોન કરી અને આ પ્લોટ લખી આપવાની ધમકી આપવામા આવી છે. આ ઉપરાંત તેજસ નામનો શખ્સ વોટસઅપ પર મને ધમકીઓ આપે છે જયારે સોહીલ નામના શખ્સે પ્લોટ પર ભાડુઆતી શખ્સો પણ મોકલાયા હતા. જે સબબ યુવાન દ્વારા ગાંધીધામ પોલીસ મથકે ફરીયાદ પણ કરવામા આવી હતી. હકીકતમાં આ તમામની સાથે હતભાગી યુવાને કોઈ જ વ્યહવાર નથી કર્યા કે ન તો તેના પરવારે કોઈ વ્યાહવાર કર્યા છે છતા પણ ઠેરઠેરથી લેણદારોની એક સિન્ડીકેટ બની અને આ સમગ્ર પરીવારને એટલી હદે લોહીચુસણા કરવામા આવ્યા હતા કે અંતે યુવાન એસીડ ગટગટાવવા મજબુર બન્યો છે. હાલમાં તે અમદાવાદ ખાતે સારવાર લઈ રહ્યો છે અને આગામી સમયમાં જ તેના ભાવીનો ખ્યાલ આવશે પરંતુ આ સમગ્ર ઘટના ગાંધીધામના ભદ્રવર્ગ અને સમાજને માટે તો લાલબત્તીરૂપજ કહી શકાય તેવી છે. પોલીસવાળો ખુદ જ જા આવી રીતે કોઈના ઉઘરાણાના હવાલા લઈ અને કોઈ સારા સમાજના પરીવાર પર દમન ગુજારે તે કેવી રીતે ચલાવી લેવાય? આ બાબતે પૂર્વ કચ્છ પોલીસે વેળાસર જ તપાસ કરી અને દોષીતોને શોધી અને તેમની સામે શબક રૂપ પુરવાર કરતી લાલઆંખ કરી દેખાડવી જોઈએ.