લોડાઈ નજીક વાહનની ટક્કે રાહદારી ઘવાયો

ભુજ : તાલુકાના લોડાઈ ગામે રહેતા અકબર ખાનમામદ ગગડા (ઉ.વ.ર૮) ગતરાત્રીના દસ વાગ્યે લોડાઈ ગામથી કાસવતી ડેમ તરફ પગે જતો હતો ત્યારે કોઈ અજાણી ફોર વ્હીલ વાહનના ચાલકે પાછળથી ટક્કર મારી પાડી દઈ ઈજાઓ પહોંચાડતા સારવાર માટે ભુજ જીકેમાં દાખલ કરાતા પધ્ધર પોલીસે તપાસ હાથ ધરી હતી.