લોકસભા-વિધાનસભાની ચૂંટણી પર રોક મુદે સુપ્રીમનો ઈન્કાર

નવી દિલ્હી : દેશમાં આગામી સમયમાં યોજાઈ રહેલી લોકસભાની અને રાજયસભાની કેટલાક રાજયોની ચૂંટણીઓ પર રોક લગાવવા માટેની અરજી કરવામા આવી હતી અને સુપ્રીમ પાસે દાદ માંગવામા આવી હતી પરંતુ આ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા ઈન્કાર કરી દેવામા આવ્યો હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. કર્ણાટક-રાજસ્થાન અને એમપી સહિતના રાજયોમાં આ ચૂંટણી પર રોક લગાવવા સબબની અરજી કરવામા આવી હતી.