લોકસભા ચૂંટણી પૂર્વે સંઘનું મંથન શરૂ

આરએસએસના વડાનું સોમનાથમાં કેશુભાઈ પટેલે કર્યું સ્વાગત : બેઠકોના દોરનો આરંભ : ૧પમીથી શરૂ થશે રાષ્ટ્રીય કાર્યકારીણી : સાંજે ભૈયાજી જોષી પહોંચશે

 

દેશની વર્તમાન સ્થિતિ, લોકસભાની ચૂંટણી, ૩ રાજયોની વિધાનસભાની ચૂંટણીઓ સહિતના મામલે આદરાશે ચિંત

 

ભાગવતે સોમનાથમાં શીશ ઝૂંકાવ્યું

આગામી ૧પમી જુલાઈથી ૧૭મી જુલાઈ સુધી આરએસએસની કાર્યકારીણી બેઠકનું આયોજન થયુ છે જેમાં ભાગ લેવા માટે આજ રોજ સોમનાથ ખાતે આરએસએસના વડા મોહન ભાગવત આવી પહોંચ્યા હતા જયાં તેઓએ સોેમનાથ મંદીરે પુજા-અર્ચન અને દર્શન કર્યા હતા. જયા તેઓને સોમનાથ ટ્‌સ્ટના મોભી અને રાજયના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ દ્દારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

 

સોમનાથ : ભારતના અગ્રગણ્ય સંસ્થા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની આગામી પંદરમથી સોમનાથ ખાતે ત્રણ દાયકાથી વધુ સમય બાદ રાષ્ટ્રીય કારોબારી યોજવામા આવી રહી છે ત્યારે આ બ્દેશભરના પ્રાંતપ્રચારકોની આ બેઠક પહેલા સંઘના વડા મોહન ભાગવત આજ રોજ સોમનાથ આવી પહોંચ્યા છે અને અહી તેઓને કેશુભાઈ પટેલ દ્વારા આવકાર આપવામાં આવ્યો હતો.
અખિલ ભારતીય પ્રાંત પ્રચારકોની બેઠક ૧પમીથી ૧૭મી સુધીમાં યોજવામા આવશે. તેઓએ આજ રોજ મંદીરના દર્શન-પુજા કર્યા બાદ અહીના ગેસ્ટહાઉસમાં કાર્યકર્તાઓની સાથે બેઠકનો ધમધમાટ શરૂ કરી દીધો છે અને એટલે જ કાર્યકારીણી પૂર્વે જ લોકસભાની ચૂંટણી પૂૃર્વે સંઘનું મહત્વપૂર્ણ મંથન શરૂ થઈ ગયુ હોવાનો વર્તારેા ખડો થવા પામી રહ્યો છે. દરમ્યાન જ કાર્યકારીણીમાં દેશની વર્તમાન સ્થીતી, લોકસભાની ચૂંટણી, ૩ રાજયોની વિધાનસભાની ચૂંટણીઓ સહિતના મામલે જરૂરી પરામર્શ કરવામા આવનાર છે.
નોધનીય છે કે, ગત રોજ મોહન ભાગવત દ્વારા કટાક્ષ કરતા કહ્યુ કે હું કાંઈ બોલીશ તો મારી નોકરી જતી રહેશે. રાજકોટ પહોંચેલા ભાગવતે પત્રકારો સાથે વાતચીત કરવાનો ઈન્કાર કર્યો હતો જો કે તેઓએ વ્યંગાત્મક ટીપ્પણી કરી હતી અને બોલવાનું કામ બીજાને અપાયુ છે. હું કાંઈ બોલીશ તો મારી નોકરી જતી રહેશે. આજ રોજ સાંજ સુધીમાં સઘના ભૈયાજી જોષી પણ સોમનાથ આવી પહોચશે.