લોકશાહી બચાવો અભિયાન કાર્યક્રમના ભાગરૂપે આવતીકાલે યશવંત સિંહા, સુરેશ મહેતા, પ્રવિણસિંહ વચ્ચે રાજકોટમાં ગોષ્ઠિ

ગાંધીનગર : કેન્દ્ર સરકાર સામે આર્થિક મુદ્દે અવાજ ઉઠાવનાર પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી શ્રી યશવંત સિંહા બુધવારે અહીં આવી રહ્યા છે. તેમની હાજરીમાં આર્થિક મુદ્દા પર વિચાર ગોષ્ઠિ યોજાનાર છે. લોકશાહી બચાવો અભિયાન કાર્યક્રમના ભાગરૂપે શ્રી યશવંત સિંહા (પૂર્વ નાણામંત્રીશ્રી) ભારત સરકાર તથા ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રીશ્રી સુરેશભાઇ મહેતા અને પૂર્વ મંત્રીશ્રી પ્રવિણસિંહ જાડેજા સાથે દેશની આર્થિક પરિસ્થિતિ તેમજ નાગરિક સ્વાતંત્ર્ય અને બેકારી જેવા વિષયો ઉપરની એક પ્રભુદ્ધ સમાજના નાગરિકો સાથે વાર્તાલય અને ગોષ્ઠિનો કાર્યક્રમ તાજા સમય ઉપર રૂબરૂ સાંભળવા માટે આગામી તા. ૧પના રોજ બપોરે ૩ કલાકે સ્થળ અરવિંદભાઇ મણીયાર હોલ, જયુબેલી ગાર્ડનમાં રાખેલ છે. રાજકોટના સંયોજકો શ્રી ધીરૂભાઇ ઠુમ્મર (એડવોકેટ) તથા શ્રી અમુલભાઇ વોરાની સંયુકત યાદીમાં આપ સર્વે રાજકોટની પ્રજાને લા લેવા નિમંત્રણ પાઠવે છે.