લોકમેળાઓ ભારતીય સંસ્કૃતિની ધરોહર : કૌશલ્યાબેન

મીની તરણેતર સમા મોટાયક્ષના મેળાનો પ્રારંભ : રાજકીય – સામાજીક – ધાર્મિક ક્ષેત્રના મોભીઓ રહ્યા ઉપસ્થીત :આજે રાત્રે ભવ્ય સંતવાણી યોજાશે : મેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો :ચાર ટ્રેકટર – ટ્રોલી વિતરણ : મેળામાં લાખો સહેલાણીઓ ઉમટવાની વકી

 

નખત્રાણા : મીની તરણેતર સમા મોટાયક્ષના ચાર દિવસીય લોક મેળાનો આજે સંતો, મહંતો, રાજકીય, સામાજીક, ધાર્મિક ક્ષેત્રના મોભીઓની ઉપસ્થીતિમાં ધમાકેદાર પ્રારંભ થયો હતો. યક્ષદાદાના પુજારી રતનભાઈ વાઘાભાઈ ભોવા રીબીન કાપીને મેળાને વિધિવત ખુલ્લો મુકયો હતો. ત્યારે પરિસર જય જખ દેવાના નાદથી ગુંજી ઉઠયો હતો. ત્યાર બાદ સમગ્ર કાફલો મોટા યક્ષના સ્થાનકે જઈ શીશ નમાવ્યા હતા. ધ્વજવંદન સહિતના કાર્યક્રમો ગોઠવાયા હતા.
તળેટી ખાતે યોજાયેલ સન્માન સમારોહમાં બોલતા જિ.પં. પ્રમુખ કૌશલ્યાબેન માધાપરીયાએ જણાવ્યું હતું કે, લોક મેળાઓ ભારતીય સંસ્કૃતિની ધરોહર છે. ગ્રામીણ સંસ્કૃતિને ઉજાગર કરતો આ લોક મેળો મનુષ્યના જીવનમાં નવી ઉર્જા સંચિત કરે છે. કોમી એકતાના પ્રતિક આ લોક મેળાના ઉદ્‌ઘાટન પ્રસંગે જિ.પં. કેસરબેન મહેશ્વરી, તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સોમજીયાણી, વસંતભાઈ વાઘેલા, જ્યોત્સનાબા જાડેજા, દક્ષાબેન બારૂ, રવી ગરવા, કેડીસીસી ઉપપ્રમુખ ચેરમેન જયસુખભાઈ પટેલ, રાજુભા જાડેજા તથા જયશ્રીબેન વાસાણી, પરસોત્તમ પટેલ, શીવજીભાઈ સંઘાર, પ્રદ્યુમનસિંહ જાડેજા, રાજેશભાઈ પલણ, દિલીપ નરશીંગર, નયનાબેન પટેલ, ચેતન કતીરા, બાબુભાઈ ચોપડા, ચંદ્રસિંહ સોઢા, અરવિંદ સંઘાર (ર) (પીપરી), નવીન પટેલ, હિતેશ પટેલ, કમળાબેન ગઢવી, તેજાભાઈ સંઘાર, નવીન મારૂ, મોહન ચાવડા, જખરાજ આર. ભોવા, બટુકસિંહ જાડેજા, વીરસેન શાહ, બોડાણા સાહેબ, વિજય દિવાણી, ધર્મેન્દ્રગીરી ગોસ્વામી, વાલજી સંઘાર, રામ ગઢવી, એસ. એમ. કાથડ, હિમકરસિંઘ, કરશનભાઈ સંઘાર, ડાયાલાલ ભદરૂ, ડો. એ.કે. આઝાદ, માવજી મહેશ્વરી, વિશ્રામભાઈ, સામંત મહેશ્વરી,
ડી. વી. ધેડા સહિત ઉપÂસ્થત રહ્યા હતા. કૌશલ્યાબેન માધાપરીયાએ ર લાખની ગ્રાન્ટ વિકાસ માટે ફાળવી હતી. વિનોદભાઈ ચાવડા, કેશુભાઈ પટેલ, શÂક્તસિંહજી ગોહિલ અનિવાર્ય કારણોસર ઉપÂસ્થત ન રહેતા તેમણે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. સ્વાગત પ્રવચન પરસોત્તમ વાસાણી, કિસાન મોરચાના પ્રમુખે કર્યું હતું અને તમામ મહેમાનોને આવકાર આપ્યો હતો.
સોમવારે સવારે મેળામાં ગ્રામીણ સંસ્કૃતિના દર્શન થશે. પેડી સહિતના કાર્યક્રમો યોજાશે. રાત્રે સોમવારે રામાપીરનો આખ્યાન યોજાશે. મંગળવારે બખ મલાખડો યોજાશે.
લોક મેળામાં ડીવાયએસપી હિમકરસિંઘના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં ર પીઆઈ, ર મહિલા સહિત ૧ર પીએસઆઈ, ૩૪૦ જેટલા લેડીસ – જેન્ટસ કોન્સ્ટેબલો ઉપરાંત મોટા યક્ષના ૪૦, વિથોણના પ૦, સાંયરા (યક્ષ)માંથી ૧પ જેટલા ભાઈ – બહેનો સ્વયંસેવકો ફરજ નિભાવશે. મેળામાં ફાયર બ્રિગેડની ટીમ ખડેપગે હશે. સ્વાઈનફલુ જેવા ભયંકર રોગોના સામના માટે આરોગ્ય કેન્દ્ર પણ ખોલવામાં આવ્યા છે. આરોગ્યની ટીમ ર૪ કલાક સેવા આપશે.
ધીંગી મહેરના લીધે આ લોક મેળામાં ચાર લાખ ઉપરાંતના સહેલાણી ઉમટવાની સંભાવના છે. અઢાર એકર વિશાળ જમીન પર યોજાનારા આ લોક મેળામાં ૭૦૦ ઉપરાંતના સ્ટોલ ઉભા કરાયા છે. જેમાં ખાણી પીણી, ઠંડા પીણા, કટલેરી, સોંદર્ય પ્રસાધનો, ફ્રુટ, મીઠાઈ, રમકડા, મનોરંજનનો સમાવેશ થાય છે. મનોરંજન વિભાગના રાજુભા જાડેજાએ જણાવ્યું હતું કે, આ વખતે લોક મેળામાં અવનવી આઈટમો પેસ થશે. મનોરંજન વિભાગ પાસે ખુબ ગરદી હોતા ત્યાં ખીસ્સા કાપવા, છેડતીના બનાવો બનતા હોય છે તેને નાથવા સીસીટીવી કેમેરા સહિત તથા એક મોટો મંચ બનાવી તેના પર પોલીસ સતત ચારે બાજુ નજર રાખશે. ગ્રા.પં. દ્વારા સફાઈ અભિયાન સતત હાથ ધરાશે. ઉપરાંત સહેલાણી માટે પીવાના પાણીના સ્ટેન્ડ ઉભા કરાયા છે. સરોવરનો પાલર પાણી વાપરવા પર રોક લગાવાઈ છે. મેળામાં અખાદ્ય ખોરાક જણાશે તો સ્થળ પર નાશ કરાવીને ધંધાર્થીને દંડ કરવાની ફરજ પડાશે. એક ટીમ સતત ખાદ્ય પદાર્થ પર નજર રાખશે. લોક મેળામાં પદાયત્રીઓ પણ મોટી સંખ્યામાં દાદાના સ્થાનકે આવીને શીશ નમાવી માનતા પૂર્ણ કરે છે. મેળાને સફળ બનાવવા માટે ગ્રા.પં.ની ટીમના ધનજીભાઈ મહેશ્વરી, ધીરજ પટેલ, મહિપતસિંહ જાડેજા, રતનભાઈ ભોવા, ડોસા કેસર ઉપરાંત સરપંચ મુળજીભાઈ પટેલ, લાખાભાઈ ભોવા, રામજીભાઈ મઠુ ભોવા, સામંતભાઈ મેઘરાજ, નવીન ભોવા, રતનભાઈ
આભાર – નિહારીકા રવિયા સંઘાર, મુકેશ પંડયા, પરબત રામજી, ખીમજીભાઈ જેઠા, દયાલગર ચંચલગર ગોસ્વામી, કસ્તુરબેન પટેલ, અમૃતબેન મહેશ્વરી, શુભમ દેસાઈ, રમેશ દેસાઈ, નવીન મારૂ (તલાટી), શંકરગર ગોસ્વામી, કાન્તી ગાલા, દેવેન્દ્ર ઠાકોર, લાલજી પ્રેમજી ભુડીયા સહિત આસપાસના ગામોના સેવકો, સરપંચો ઉપÂસ્થત રહ્યા હતા. એટીવીટીની ગ્રાન્ટમાંથી મંજલ, સાંયરા (યક્ષ), મથલ, વંગ ગ્રા.પં.ને ટ્રોલી સહિત ટ્રેકટરનું વિતરણ થયું હતું.
આજે રાત્રે પરસોત્તમપુરી ગોસ્વામી તથા દિપકભાઈ બારોટ, રમેશ જાષી, હસીયા ઉસ્તાદ, કલ્પેશ મારવાડા, ઈમરાનભાઈ ભજનો – લોક સાહિત્યની રમઝટ બોલાવશે. આ સંતવાણીના સહયોગી દાતા ચેતનભાઈ ભાનુશાલી રહ્યા છે. યોગેશભાઈ બોક્ષા તથા હિતેશભાઈ ગઢવી ખાસ ઉપÂસ્થત રહેશે. સવારે સાંયરી માતાજી તથા યક્ષ દાદાના મંદિરે ધ્વજારોહણ નિશાન ચડાવ્યા હતા. યક્ષદાદાના સ્થાનકે રાસ – ગરબાની રમઝટ જામી હતી. સોમવારે રામાપીરનું આખ્યાન યોજાશે. જયારે મંગળવારે રાત્રે ભવ્ય દાંડિયારાસ યોજાશે. મહાનુભાવોનું સન્માન – પ્રતિક આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રઘુભા જાડેજા (માસ્તરે) કર્યું હતું. જ્યારે આભારવિધિ સાથે સરપંચ મુળજીભાઈ પટેલએ તમામ મેળામાં તન, મન, ધનથી સહયોગ આપનારનું ખુબ ખુબ આભાર માન્યો હતો.