લૂંટ, મારામારી અને અપહરણના ગુનામાં શિવલખાનો શખ્સ પાસામાં ધકેલાયો

માથાભારે આરોપીનો રાજકીય આગેવાન સાથે પારિવારીક ઘરોબો

ગાંધીધામ ઃ પૂર્વ કચ્છ એલસીબી દ્વારા લૂંટ, મારામારી, રાયોટીંગ તેમજ અપહરણના ગુનામાં સંડોવાયેલા માથાભારે શખ્સ સામે પાસાની કાર્યવાહી કરાઈ છે, જેમાં શિવલખાના આરોપીની પાસા તળે અટકાયત કરીને સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં ધકેલાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ રેન્જ આઈજીપી જે.આર. મોથલિયા તેમજ પુર્વ કચ્છ એસ.પી. મયુર પાટીલ દ્વારા જિલ્લામાં શરીર તેમજ મિલ્કત સબંધી ગુન્હાઓ આચરનાર આરોપી સામે કડક કાર્યવાહી કરવાની સુચના અપાઈ હતી. જેના પગલે પુર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ લાકડીયા પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુન્હાઓ સડોવાયેલા આરોપી વિજયસિંહ ઉદયસિંહ જાડેજા વિરૂદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જે અંગેની જિલ્લા કલેકટર દ્વારા આરોપીઓની પાસા તળે ધરપકડ કરવાનો વોરંટ ઈસ્યુ કરવામાં આવતા એલસીબી દ્વારા આરોપીઓની ધરપકડ સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં ધકેલવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, શિવલખાના આ માથાભારે શખ્સ વિરૂદ્ધ મારામારી, લુંટ, અપહરણ સહિતના ગુન્હાઓ નોધાયેલા છે. જેમાં ગામમાં ભયનું વાતાવરણ ફેલાવી મારામારી કરાઈ હતી. ચુંટણી દરમ્યાન પણ આ આરોપીઓ પ્રતિપક્ષના લોકો ઉપર હુમલો કર્યાે હતો. તો અદાણી કંપનીના ઉચ્ચ અધિકારીઓનું અપહરણ કરીને તેમને માર મારવામાં આવ્યો હતો. આ માથાભારે શખ્સનો વાગડના એક રાજકીય આગેવાનો સાથે પારિવારીક સંબધ પણ છે. ત્યારે તેની ઓથમાં પણ અસામાજીક પ્રવૃત્તીઓને અંજામ અપાયો હોવાની ચર્ચાઓ જાગી હતી.