લૂંટ તથા પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી રાપર પોલીસ

રાપર : અહીંના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટ તથા પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પોલીસે પકડી પાડ્યો હતો. રાપર પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો મુજબ આઈજી જે.આર. મોથલિયા તથા પૂર્વ કચ્છ એસપી મયૂર પાટીલના માર્ગદર્શન હેઠળ તેમજ ભચાઉના ડીવાયએસપી કે.જી. ઝાલા અને રાપર પીઆઈ પી.એન. ઝીંઝુવાડીની સૂચના મુજબ પીએસઆઈ જી.જે. જાડેજા તથા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલી બાતામીના આધારે રાપર પોલીસ સ્ટેશનના લૂંટ અને પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા એક વર્ષ નાસતા ફરતા ડાભુંડાના આરોપી સ્વરૂપસિંહ સવાઈસિંહ સોઢાને ગોવિંદપરથી બાદરગઢ તરફ જતાં રસ્તા પરથી ઝડપી પાડ્યો હતો. આ કામગીરીમાં પીએસઆઈ સાથે એએસઆઈ ધીરજભાઈ પરમાર, પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ ઠાકોર, દશરભાઈ બ્રામણ, ભાવુભા સોઢા, કિરણ બારોટ સહિતના જાેડાયા હતા.