લુણવામાં ચોરોને પડકારતા ચોકીદાર ઉપર પથ્થર મારો

ભચાઉ : તાલુકાના લુણવા ગામની સીમમાં બંધ પડેલ કંપનીમાં ચોરી કરવા આવેલા તસ્કરોએ ચોકીદાર ઉપર હુમલો કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ તેમજ સુરેન્દ્રસિંહ શિવપાલસિંહ કુશવાહ (ઉ.વ.૪પ)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે લુણવા ગામની સીમમાં આવેલ મહાકાલી યુનિટમાં તેઓ સિક્યુરીટી તરીકે નોકરી કરે છે. ૩થી પ્‌ જેટલા અજાણ્યા ચોર શખ્સો બંધ યુનિટમાં ચોરી કરવા આવતા તેઓએ ચોરોને પડકારતા તેઓ ઉપર પથ્થર મારો કરી લાકડીઓ વડે હુમલો કરી નાસી જતા ભચાઉ પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધી સહાયક ફોજદાર ઈન્દ્રસિંહ ઝાલાએ તપાસ હાથ ધરેલ છે.