સરકાર તંત્ર અને વહીવટી વિભાગ, અગ્રવાલ સમાજ, ભારત વિકાસ પરિષદ ગાંધીધામ, સેવા સાધના ટ્રસ્ટ તથા સહીયોગી સંસ્થાઓ, વેપારીઓ આગેવાનોના સહીયારા પ્રયાસની કાર્ય થઈ રહ્યું છે : કિરણ ગ્રુપ કંપની દ્વારા ઓક્સિજન પ્લાન્ટનું આયોજન લોક ભાગીદારી સેવા યજ્ઞ

ગાંધીધામ નગરપાલીકાના ઉપપ્રમુખ અને સમાજસેવાભાવી બળવંતભાઈ ઠક્કરની ટીમની પણ લીલાશા કુટીયા કોવિડ કેરમાં સેવાભાવના સરાહનીય : કોવિડ કેરમાં યથાશકિત જરૂરીયાત મુજબની તમામ સેવા-સવલતો બળવંતભાઈ ઠકકરની ટીમ કરાવી રહી છે ઉપલબ્ધ

અંજારના માનવતાવાદી ખરા લોકસેવક અને પ્રજાભિમુખ ડે.કલેકટર ડો.વિમલ જોષી તથા ગાંધીધામ તાલુકા આરોગ્ય અધિકારી ડો. દિનેશ સુતરીયાની પણ લીલાશા કોવિડ કેરમાં મળે છે સમયસરની તાત્કાલીક જરૂરી સરકારી તબક્કેની સુવિધા-સવલતો

ભુજમાં વેકસિનેશનની ડ્રાઈવ થ્રુ જે સેવા થવા પામી છે તેવી જ લીલાશા કોવિડ કેર-હોસ્પિટલમાં કામ કરી રહેલી સમિતીની સેવાભાવી ટીમ રસીકરણ ઝુંબેશ શરૂ કરવા છે તૈયાર : ફીઝથી લઈ અને બધી નોંધ સહિત બરાબર રાખીને સેવા કરવા આ ટીમ અહી તૈયાર છે, તો પછી શા માટે આ સંસ્થાનેુ આવી જવાબદારી આપવામાં આવતી નથી?

આદિપુર : (પરેશ પટેલ દ્વારા) : કોરોનાની મહામારીની બીજી લહેરમાં કચ્છમાં ચારો તરફ હાહાકાર મચાયો છે ત્યારે સરકારી તંત્ર, વહીવટી વિભાગ અગ્રવાલ સમાજ ગાંધીધામ, ભારતીય વિકાસ પરિષદ ગાંધીધામ સેવા સંઘના ટ્રસ્ટ, વેપારીઓ, અગ્રણીઓના સહીયારા પ્રયાસથી કોવિડ કેર સેન્ટર લીલાશાહ મધ્યે ચાલી રહેલ આ સેવાકીય યજ્ઞની શરૂઆત કરનારા યશશ્વી જેને આ વિચાર આવ્યો એ પંકજ ઠક્કરને સહકાર આપનાર ડો.નીતિન ઠક્કર, સંજય ગર્ગ, આશિષ જોષી, એસ.ડી.એમ. જોષી સાહેબ, તાલુકા હેલ્થ ઓફિસર, ડો.દિનેશ સુથરીયાએ સૂચન કરેલ કે કોવિડ હોસ્પિટલ શરૂ કરવી છે. આ નિર્ણયને બહાલી આવી જે ભારતીય વિકાસ પરિષદ અને અગ્રવાલ સમાજ ગાંધીધામ, વેપારીઓ, અગ્રણીઓ, લીલાશાહ ટ્રસ્ટીઓ સાથે વાત કરી તેઓ આ કાર્ય સેવા યજ્ઞ માટે પરવાનગી આપી ત્યારે લીલાશાહ ડેડીકેટેડ હોસ્પિટલ અને લીલાશાહ કોવિડ કેર સેન્ટરએ બે વિભાગમાં વહેંચીને વિભાગ એકમાં ડેડીકેટેડ હોસ્પિટલમાં અત્યાર સુધી કુલ ૩૩૭ દર્દીઓ સારવાર અર્થે આવેલ જેમાં ર૧રને રજા અપાઈ હાજરમાં ૯પ તથા રપને રીફર કરેલ આ દરમ્યાન પ ના મોત નીપજ્યા હતા. બીજા વિભાગમાં કોવિડ કેર સેન્ટરમાં રર/૪/ર૧ થી કાર્યરત થઈ અત્યાર સુધીમાં કુલ ૧ર૩ દર્દીઓ આવેલ હાલમાં ર૬ હાજરમાં ૭૭ને રજા અપાઈ તે દરમ્યાન ૧ વ્યક્તિ મૃત્યું નિપજ્યું હતું. આ કોવિડ સેન્ટરમાં મૃત્યુદર ઓછો છે આ લીલાશાહ કોવિડ કેર સેન્ટર જે ૮/૪/ર૧ થી કાર્યરતમાં શરૂઆતમાં ૩ર ઓક્સિજન બેડ અને ૬૮ સાદા બેડની સુવિધાની સાથે આ સેવાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જે હાલમાં ૪૬૦ દર્દીઓએ સેવાનો લાભ લીધો છે.આ કોવિડ સેન્ટરમાં ૩ર દિવસના સમય ગાળામાં કુલ રૂા.૭પ લાખની આસપાસ ખર્ચ થયેલ છે રોજીંદા ખર્ચ રૂા. સવા લાખનો થાય છે. કિરણ ગ્રુપ કંપની દ્વારા આર્થિક સહીયોગની સાથે રૂા. ૭ લાખના ખર્ચ અહીં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવશે જે કુદરતી દવામાંથી રોજનો ૧૦૦ મોટા ઓક્સિજન પેદા કરશે ર૪ કલાકમાં આ કોવિડ સેન્ટરમાં આ સુવિધા ચાલુ થશે એટલે ઓક્સિજનની સમસ્યા દૂર થઈ જશે અને દર્દીઓને પૂરી સારવાર મળતી રહેશે.લીલાશાહ કોવિડ કેરમાં ડો.પાર્થ જાની, ડો.રમેશ ચૌધરી, ડો.કાજલ, ડો.ગાયત્રી, ડો.પાયલ, ડો.પ્રિયાંશી, ડો.ધવલ, ડો.પરેશ સંજોએ, ડો.રોહિત ગમેટી, ડો.જાનકી, ડો.નિરીક્ષા, ડો.ગીરીશ, ડો.ભાવીન સોરઠીયા વિગેરે દર્દીઓ સાથે રહી અદભુત કાર્ય કરી રહી છે. ડોકટરની ટીમો સાથે સાથે I.M.A ગાંધીધામ રાઉન્ડ ધ કલોકની સેવામાં ડો.નિતિન ઠક્કર, ડો.ભાવિક ઠક્કરની ટીમ, ડો.સરીતા ગૌસ્વામી, ડો.જયેશ રાઠોડ, ડો.રચના મોરબીયા, ડો.ધીરેન દરજી, ડો.હિતેશ શાહ, ડો.રુપેશ શેઠ, ડો.તોષની વાલ, ડો.દિનેશ હરાણી, તેમજ દાંતના ડોક્ટર અને કસરત વાળા ડોક્ટર સેવા આપી રહ્યા છે. ઉપરાંત નર્સીંગ, પેરા મેડીકલ સ્ટાફ તથા અગ્રવાલ સમાજ ગાંધીધામ, ભારતીય વિકાસ પરિષદ ગાંધીધામ, સેવા સાધના ટ્રસ્ટ વેપારીઓ, અગ્રણીઓ તથા સહીયોગી સંસ્થાઓ તેમજ પોલીસ સ્ટાફ, આર.એસ.એસ. અને એ.બી.વી.પી.ના કાર્યકરો વિગેરે અદભુત અકલ્પનિય કાર્ય કરી રહ્યા છે. જેનો ઈતિહાસ આપનો આભારી રહેશે.કોરોના અસંખ્ય ઉછાળાથી હાહાકાર મચાયો છે. ત્યારે લોકો આપણા ડોકટરો નર્સ, પેરા મેડીકલ સ્ટાફ, હોસ્પિટલ સ્ટાફ, સિક્યુરીટી સ્ટાફ, પોલીસ કર્મીઓ, સફાઈ કામદાર, આર.એસ.એસ.ના સ્વયં સેવકો, એ.બી.વી.પી.ના સ્વયં સેવકો વગેરે માટે એક જ શબ્દ આપી શકાય ”કોરોના વૉરિયર્સ” શું તેમના પરિવારને તેમની ચિંતા નહીં થતી હોય ? તેમના ઘરે મમ્મી-પપ્પા નહીં હોય ? તેમના નાના-નાના બાળકો રાહ નહીં જોતા હોય ? એમના પરિવારને પણ શું ચિંતા નહી હોય કોરોના થઈ જશે તો તો પણ એ લોકો અવિરત સેવા આપી રહ્યા છે. ઘર-પરિવાર કશાયની ચિંતા કર્યા વગર કેટલા ડોક્ટર, નર્સો કોરોનાનો ભોગ બન્યા છે. તે જાણતા હોવા છતાં પોતાની ઉંધ હરામ કરી તમારો ગુસ્સો સહન કરીને આ કપટી પરિસ્થિતિમાં સેવા કાર્ય કરી રહ્યા છે તેઓ એક ડોક્ટર છે.તેમને કોરોના પેશન્ટ સાથે રહીને ૧પ થી ૧૮ કલાક કામ કરે છે. ક્યારેક દર્દી સિરિયસ થઈ જાય તેમના માટે વિકટ પરિસ્થિતિ હોય છે તે સમયે રાત દિવસ જાગીને સેવા આપી રહ્યા છે. તો આવા સેવકોને સેલ્યુટ કરએ બિરદાવવા એ આપણી ફરજ બને છે. ડોક્ટર નર્સ, સિક્યોરીટી ગાર્ડ, સફાઈ કર્મચારી, પોલીસ, રેસેપ્શનમાં બેઠેલા કલાક હોય કે ત્યાંના કોમ્પ્યુટર ઓપરેટર તેઓની બધાને એકવાર સાલમને પ્રણામ કરો તમારા સ્વજનોની દેખરેખ માટે દર્દી પાસે આ ડોક્ટર, નર્સીંગ હોય કે, તમે જો હોસ્પિટલ જાવ તો આવી વ્યક્તિઓને તેમનુ અભિવાદન કરજો તેઓની કાર્યક્ષમતા વધારજો આજે લોકો ર૪ કલાક સુધી દર્દીઓ સાથે પ્રસર કરતા હોય છે. આ ટીમને ધન્યવાદ છે. સો સો સલામ છે.

I.M.A. ગાંધીધામ દ્વારા રાઉન્ડ ધ કલોકની સેવા : ડો.નિતિન ઠક્કર

ભારતીય વિકાસ પરિષદની ૬ શાખાઓ, ભુજ, અંજાર, વરસામેડી, ભચાઉ, મુંદરા અને ગાંધીધામની ૧૧ વર્ષ પહેલા સ્થાપના થઈ હતી

ગાંધીધામ : ભારતીય વિકાસ પરિષદ ગાંધીધામના સ્થાપક પ્રમુખ કનૈયાલાલ ભાવનાણી અને પ્રાંતના ટ્રસ્ટી ડો.તેજશ પુજારા અને ડો.નિતિન ઠક્કરે જણાવ્યું હતું કે, I.M.A. ગાંધીધામ સાથે બેઠક કરી લીલાશાહ કોવિડ કેર સેન્ટરમાં રાઉન્ડ ધ કલોકની સેવા કાર્યરતમાં ડો.ભાવિક ખત્રી ટીમ સાથે બંન્ને ટાઈમ રાઉન્ડ કરે છે. ડો.સરીતા ગૌસ્વામી, ડો.જયેશ રાઠોડ, ડો.રચના મોરબીયા, ડો.ધીરેન દરજી, ડો.હિતેશ શાહ, ડો.રૂપેશ શેઠ, ડો.તોષના વાલ, ડો.દિનેશ હરાણી, દાંત ડોક્ટર અને કસરત વાળા ડોક્ટર રાઉન્ડ ધ કલોકની સેવા આપી રહ્યા છે. વધુમાં જાણ કરી આપી હતી કે, ગત વર્ષ પણ ભારતીય વિકાસ પરિષદ દ્વારા ૧૦ હાજર કિટ વિતરણ, ૧૮ હજાર ફુડ પેકેટ ટ્રેનમાં વિતરણ કરેલ.પ્રાંતના ટ્રસ્ટી તેજશ પુજારા જાણકારી આપતા કહ્યું હતું કે, ભારતભરમાં ૧પ૦૦ શાખાઓ કાર્યરત છે. ગુજરાતમાં ૭૩ અને કચ્છમાં ૬ શાખાઓ કાર્યરત આ સંસ્થાની સ્થાપના ૧૯૬૩માં સ્વામી વિવેકાનંદની ૧૦૦ જન્મજયંતિ દિલ્હીમાં થઈ હતી જેની વિચારધારા સ્વામીના આર્દશ લઈને ચાલવાવારી આ ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે એવી પ્રવૃતિ કરતા હોય છે.સમાજ સંગઠીત કરી સેવા સમગ્ર સમાજ આખો જોડાયેલ છે. જ્યારે કચ્છની વાત કરીએ તો કચ્છમાં ૬ શાળાઓ છે. ભુજ, અંજાર, ભચાઉ, વરસામેડી, મુંદરા અને ગાંધીધામની ૧૧ વર્ષ પહેલા સ્થાપના થઈ હતી.

સ્વામી વિવેકાનંદના વિચારધારા લઈને ચાલતી સંસ્થા : ડો.તેજશ પુજારા

કોરોનાના ૪ થી પ દર્દીઓના ક્રિટીકલ કેસને પણ સફળ નિદાન : ડો.પાર્થ જાની

કોવિડની સાથે સાથે ઓપીડી અને ઈન્જેકશન દવાઓ સાથે સારવાર

ગાંધીધામ : પ્રાથમિક આરોગ્ય વિભાગ મેઘપર બોરીચીના કલાસ ર ના ઓફિસર છેલ્લા રપ દિવસથી રાત્રદિન જોયા વગર આ લીલાશાહ કોવિડ કેર સેન્ટરમાં ૧પ થી ૧૮ કલાકની સેવા આપી રહ્યા છે. કોવિડની સાથે સાથે અહીં ઓપીડી અને ઈન્જેકશન દવાઓ સાથે પણ દર્દીઓની સારવાર થઈ રહી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ઓક્સિજન વાળા દર્દીઓને ૧પ૦ વધારે સફળતા પૂર્વક રજા અપાઈ છે. C.T. સીવાયારીટ ઈન્ડેક્સ ૧પ થી ૧૭ સુધીના દર્દીઓ સફળતા પૂર્વક રજા આપી છે. તેઓ અહીં મેડીકલ ઈન્ચાર્જ સુપ્રિન્ટેનડેન્ટ તરીકે સેવા આપી રહ્યા છે. અહીં દર્દીઓને રેમડેસિવીર આપવું કે નહિં તથા ડી.ડાયમર વધારે હોય તો દર્દીઓનું લોહી પાતળું કરવા ઈન્જેકશન આપે છે. અને દેખરેખ કરી રહ્યા છે. વધુમાં જાણકારી આપતા જણાવ્યું હતું કે આઈ.સી.યુ.ની જરૂરીયાત વાળા કોવિડ દર્દીઓને ૧૦૮ ની સુવિધા આપી રીફર કરવામાં આવે છે. આ કોવિડ સાથે સંલગન એવી ભુજ જી.કે. હોસ્પિટલ, સેન્ટ જોસેફ, હરીઓમ ટ્રસ્ટ – આદિપુર, આ હોસ્પિટલ સાથે ડોક્ટર સાથે વાતચીત થયા પછી રીફર કરવામાં આવે છે. ઉપરાંત અહીંથી ડિર્સ્ચાજ થતા દર્દીઓને ઘરે આઈસોલેશન તથા મેડીશનની જે તકેદારી રાખવાની બાબત સંપૂર્ણ પણે સમજાવીને રજા આપે છે. અને સાત દિવસ પછી તપાસ કરીએ છીએ. આ પરિષદમાં ઈમરજન્સી સેવાઓ એમ્બ્યુલન્સમાં આવેલ દર્દીઓને તથા છક્ડા કે ગાડીમાં આવેલ દર્દીઓને ઓપીડી અને ઈન્જેકશન ટેબલ સ્વરૂપે સારવાર આપવામાં આવે છે. ૪ થી પ દર્દીઓ ક્રિટીકલ કેસ પણ તેઓએ હાથમાં લીધા હતા અને આ કેસોમાં પણ સફળ નિદાન રહ્યું હતું.

સહીયારા પ્રયાસથી કાર્ય થઈ રહ્યું છે : ડો.રમેશ ચૌધરી

સૌના સાથ સહકારથી વધુ સરાહનીય કાર્ય કરીશું

ગાંધીધામ : નોડલ ઓફિસર ડો.રમેશ ચૌધરીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, અગ્રવાલ સમાજ ગાંધીધામ, ભારતીય વિકાસ પરિષદ ગાંધીધામ સેવા સાધાન ટ્રસ્ટના સહીયારા પ્રયાસથી સુંદર કામગીરી થઈ રહી છે. ૩૨ બેડ ઓક્સિજન અને ૬૮ સાદા બેડ સાથે ૧૦૦ બેડની મંજુરી, એસ.ડી.એમ. જોષી અને તાલુકા હેલ્થ ઓફિસર ડો.દિનેશ સુથરીયા તથા મામલતદાર સૌના સાથ સહકારથી એક દિવસમાં કાર્યરત થઈ ગયું ડોક્ટરની ટીમ નક્કી કરી અહીં ૧૦૦ બેડની શરૂઆત આજે ર૪૦ બેડ સુધી પહોંચી ગયા છીએ. ગાંધીધામ બ્લોક અને અંજાર બ્લોકમાં ફરજ બજાવે છે. ૧ર કલાક સમય ફાળવેલ અને ૧પ દિવસ સખત કાર્ય કરી રહ્યા છે. સૌના સાથ સહકારથી વધુ સરાહનીય કાર્ય કરીશું કોવિડ કેર સેન્ટરમાં સહીયારા પ્રયાસથી કાર્ય થઈ રહ્યું છે.

લીલાશા કોવિડ કેર સેન્ટરમાં સૌથી પહેલા ફંડ એકત્રીત કરીને આપેલ : પ્રકાશ ઠક્કર

ગાંધીધામ : ક્ંડલા – મુંદરા કન્ટેઈનર વેલફેર એસો. તથા ભારતીય વિકાસ પરિષદના સભ્ય પ્રકાશ ઠક્કરએ માહિતી આપતા જણાવ્યું હતું કે, અમે કમીટીના સભ્ય સાથે બેઠક કરીને સારૂં એવું ફંડ એકત્રીત કરી સૌથી પહેલા આ કોવિડ કેરમાં ફંડ આપેલ હતું. અને પ્રથમ દિવસથી આ સેન્ટર ચાલશે ત્યાં સુધી ફળની વ્યવસ્થા તથા ડોકટર અને નર્સીંગ સ્ટાફને સવારે અને સાંજે નાસ્તાની વ્યવસ્થા જે.આર.રોડલાઈન્સ દ્વારા કરાઈ રહી છે.ઉપરાંત શીપીંગ કંપની, ટ્રન્સપોટર, ફેડ ફોર્વડ અસો. તેમજ ગુરૂકુળના રહેવાશીઓએ ફંડ ફાળો આપેલ છે. તેમજ ગેસ સીલીન્ડર, ટેમ્પો ટ્રન્સપોર્ટની વ્યવસ્થા આ એસો.દ્વારા કરાઈ રહી છે.

લીલાશા કોવિડ કેર સેન્ટર તથા અન્ય સંસ્થાઓમાં અમારા પરિવાર તરફથી આર્થીક સહયોગ હંમેશા રહેશે : જખાભાઈ હુંબલ

ગાંધીધામ : ભારતિય વિકાસ ૫રિષદના પ્રમુખ અને કચ્છ સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપપ્રમુખ જખાભાઈ હુંબલ અને શીવરામ ગ્રુપ ઓફ ઈન્ડરસ્ટ્રીઝના બાબુભાઈ હુંબલ પરિવાર તરફથી રૂા.૫૦ લાખથી વધારે આર્થિક સહયોગ લીલાશા કોવિડ કેર તથા અન્ય સંસ્થાઓમાં સહાય કેન્દ્રમાં યોગદાન આપ્યું છે. તથા મેડીકલ સાધન સહાય કેન્દ્રમાં રૂા.૮ થી ૧૦ લાખ રૂપિયાના ઉપકરણો માટે આર્થીક સહયોગ કરેલ છે.

લીલાશા કોવિડ કેર આજે ૨૬૦ બેડની વ્યવસ્થા સાથે કાર્યકરત છેઃ પંકજ ઠક્કર

ગાંધીધામ : કોરોનાની બીજી લહેરની ગાંધીધામ કંડલા કોમ્પલેક્ષની પરિસ્થિતિ જોતા લોકો હચમચી ગયા હતા ત્યારે પંકજભાઈ ઠકકરને વિચાર આવ્યો કે ડો.નીતીન ઠક્કર, આશિષ જોષી, સંજગ ગર્ગ અન્ય સાથી મિત્રો સાથે ચર્ચા વિમર્શ કરીને કે આપણે કોરોના માટે અને ઓક્સિજન માટે આઈસોલેશન માટે વ્યવસ્થા કરવાનું વિચાર્યુ તેવોએ સરકારી તંત્ર અને વહીવટી વિભાગ એસ.ડી.એમ જોષી, દિનેશ સુથારીયા સુચના આપી કે લીલાશા કુટીયાની પરવાનગી મેળવી લો તો અમારા તરફથી પુરો સહયોગ આપશું અને સાથે રહેશું આ વિચાર તેઓએ અગ્રવાલ સમાજ અને ભારતીય વિકાસ પરિષદનો સંયોજન કરીને આ ભગીરથ કાર્યનો પ્રારંભ માટે કુટીયાના ટ્રસ્ટી બોર્ડ પાસેથી પરવાનગી લઈ તા.૮-૪-૨૧થી ઓક્સિજનના ૩૨ બેડ અને ૬૮ આઈશોલેશનના બેડના સાથે કાર્યરત જે આજની તારીખમાં ૨૬૦ બેઠકની વ્યવસ્થા પહોંચી છે. આગામી દિવસોમાં હજુ બેઠની વધુ જરૂર પડશે તો અમે વ્યવસ્થા ગોઠવીશું .

કંડલા-મુંદરા કન્ટેનર ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસો. તન મન ધનથી સેવા : આશિષ જોષી

આદિપુર : કંડલા-મુંદરા કન્ટેનર ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિએશન તન મન ધનથી આ કાર્યમાં સેવા સંપૂર્ણ આપી રહી છે. પંકજભાઈ સાથે વાતને સહકાર આપતા ૧૦૦ બેડની શરૂઆત આજે ૩૦૦ બેડ ઉપર પહોંચી ગયો છે.આ સેવા યજ્ઞમાં તંત્રનો પૂરેપુરો સહીયોગમાં એ.ડી.સી., ડી.ડી.ઓ., એસ.ડી.એમ. જોષી, ટી.એચ.ઓ. સમગ્ર તંત્રના સંપૂર્ણ ટેકો મળ્યો જેના કારણે ગાંધીધામ કંડલા કોમ્પલેક્ષમાં ર૦ દિવસ અગાઉ જે નિરાસા ઉભી હતી તે આશામાં ફરવાઈ.

અગ્રવાલ સમાજે ઈન્ફાસ્ટ્રક્ચર સાથે કોવિડ કેરમાં કાર્યરત છે : સંજય ગર્ગ

આદિપુર : અગ્રવાલ સમાજ દ્વારા સામાજીક અને સેવાકીય પ્રવૃતિઓમાં હંમેશા જોતરાયેલી હોય છે. છેલ્લા બે વર્ષથી કોરોના કાળમાં ગત વર્ષ રાશનકીટ, ફુડ પેકેટ વિતરણ કરેલ સંજય ગર્ગ માહિતી આપતાં જણાવ્યું હતું કે, અગ્રવાલ સમાજની સ્થાપના ૧૯૭૧માં થઈ હતી આજે પ૦ વર્ષની ભાગરૂપે ગોલ્ડ જ્યુબ્લી વર્ષમાં સમાજ દ્વારા હોસ્પિટલની સેવા કાર્યરત છે સાથે સાથે લીલાશાહ કોવિડ કેર સેન્ટરમાં અગ્રવાલ સમાજ ઈન્ફાસ્ટ્રક્ચર સાથે કામ કરી રહી છે. ૩ર ઓક્સિજન બેડથી ચાલુ કરી આજે ૮૦ બેડ ઓક્સિજન સાથે બે – ત્રણ દિવસમાં વધુ ૩૦ બેડ ઓક્સિજન સાથે આઈસોલેશન સાથે કુલ ર૪૦ બેડની વ્યવસ્થા અને ૪૦૦ ગેસ સિલીન્ડર ઓક્સિજનના સંસ્થા સાથે મળીને ખરીદ્યા છે એ સેવાના કાર્યરતમાં છે. આ સંસ્થા કંડલા સંકુલમાં સફાઈ અભિયાન, મેડીકલ, કેમ્પ, સાંસ્કૃતિ કાર્યક્રમઓ, અગ્રવાલ હોસ્પિટલ વિગેરે સેવાઓ સાથે કાર્યરત છે. વધુમાં સંજયભાઈ ગર્ગ જણાવ્યું હતું કે, સંસ્થાઓમાં હોલીડે વીલેજ રીસોર્ટ તરફથી દર્દીઓ માટે અને ડોકટર તથા નર્સીંગ સ્ટાફને બે ટાઈમ જમવા અને નાસ્તોની વ્યવસ્થા કરી રહી છે.

કિરણ ગ્રુપ દ્વારા ઓક્સિજન પ્લાન્ટ સ્થાપશે : સુરેશ ગુપ્તા

આદિપુર : કિરણ ગ્રુપ દ્વારા આ લીલાશાહ કોવિડ કેર સેન્ટરમાં ઓક્સિજન પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે જે રૂા.૭ લાખના ખર્ચ આ ઓક્સિજન પ્લાન્ટ જે કુદરતી હવામાંથી રોજીંદા ૧૦૦ મોટા સિલીન્ડર ભરાયે તેટલા ઓક્સિજન પેદા થશે. વધુમાં કહ્યું હતું કે અહીંના દર્દીઓને બ્બડ ટેસ્ટ લેબોરેટરી પણ ચાલુ કરવામાં આવશે. રોજીંદા બ્લડ ટેસ્ટ કરવાના હોય છે. તે બહાર જવું પડે છે. તે હવે સુવિધા આ લીલાશાહ કોવિડ કેર સેન્ટરમાં મળી રહેશે. આ પરિવાર દ્વારા કુદરતી આપતી, કંડલા વાવાઝોડું, ધરતી કંપન, કે કોવિડ હંમેશા આર્થિક સહિયારા આપતું રહ્યું છેુ.