લીલાશા કોવિડ-કેર સેન્ટરના લોકભાગીદાર મોડેલને કચ્છની અન્ય સંસ્થાઓ અનુસરે : મહેન્દ્ર પટેલ

પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ, જિલ્લાના પૂર્વ યશસ્વી કલેકટર તથા ભાજપના જીલ્લા પ્રભારી શ્રી મહેન્દ્ર પટેલે પૂર્વ કચ્છની લીલાશા કોવિદ કેરની લીધી રૂબરૂ મુલાકાત : સ્થાનિક અગ્રણીઓ તથા લીલાશા કુટીયા સમિતીના સભ્યો પાસેથી મેળવી માહીતી

શ્રી મહેન્દ્ર પટેલની જ પ્રેરણાથી ગાંધીધામના સુવિખ્યાત અંબાજી ગ્રુપના મહેશભાઈ પુંજ દ્વારા લીલાશા કુટીયા કોવિદ કેરમાં રૂ.૧ લાખના માતબર અનુદાનની કરાઈ સહાય

ગાંધીધામ : કોરોનાની મહામારી પડકારજનક સ્થિતી ઉભી કરી છે ત્યારે સરકારીતંત્ર અને વહીવટી વિભાગો ઉપરાંત સામાજિક સંસ્થાઓ, વેપારીઓ, આગેવાનો, સહિતનાઓની લોકભાગીદારી આ પડરકારનો સામનો કરવામાં આર્શીવાદરૂપ પુરવાર થવા પામી રહી છે.દરમ્યાન જ પૂર્વ કચ્છની લીલાશા કોવિદ કેર સેન્ટરમાં થતા કોરોનાના સેવાયજ્ઞથી કચ્છના પૂર્વ કલેકટર અને ભાજપના વર્તમાન પ્રભારી એવા મહેન્દ્ર પટેલ પણ ખુબજ અભિભુત થયા છે. તેઓ ગત રોજ આ સ્થળની મુલાકાતે પધાર્યા હતા અને રૂબરૂમાં તેઓએ સ્થાનિકની સમીતી તથા લીલાશા કુટીયાના ટ્રસ્ટીશ્રીઓ સહિતનાઓની પાસેથી આ આશ્રમ સંસ્થાનો શરૂઆતકાળથી ઈતિહાસ જાણ્યો હતો તથા આખીય સંસ્થા હાલમાં કોવિદ કેરમાં કેવી રીતે ઉભી કરવામાં આવી તેની રજેરજની માહીતીઓ મેળવી અને અહી ચાલી રહેલા સહિયારા સેવાયજ્ઞની તેઓએ ભરપેટ પ્રસંશા કરી હતી.કચ્છના યશસ્વી કલેકટર તરીકે મહેન્દ્ર પટેલની આજે પણ ગણના થાય છે અને કચ્છી પ્રજાની સાથે તેઓનો વિશેષ નાતો રહેલો છે. ત્યારે લીલાશા કુટીયા આશ્રમ ખાતે પણ તેઓએ વિશેષ સમય ગાળી અને અહી ચાલી રહેલી સેવાઓની તમામ વિગતો મેળવી હતી. એક આઈએએસ અધિકારી તરીકે આ સંકુલમાં હજુય કેવા કેવા પ્રકારની સવલતો કોરોના કાળ દરમ્યાન ઉભી કરી શકાય તે બાબતે પણ સુચનો શ્રી પટેલે રજુ કર્યા હતા. ઉપરાંત પૂર્વ કચ્છમાં લીલાશા કુટીયા કેર સેન્ટરને મહત્તમ રીતે સુવિધા યુકત બનાવી અને વિકસાવાય તે રીતનુ વિશાળ માળખુ આ સંકુલ ધરાવી રહ્યો હોવાની અનુભવત વાત તેઓએ કરી હતી. એટલુ માત્ર જ નહી પરંતુ લીલાશા કુટીયામાં સરકાર તરફથી થઈ રહેલી વ્યવસ્થાઓ, તબીબો અને નસીંગ સ્ટાફની રાઉન્ડ ધ કલોક થતી સેવાઓને પણ મહેન્દ્ર પટેલે સરાહના કરી હતી.ગાંધીધામના ડોકટર સર્વેશ્રી ડો.દિનેશ હરાણી, ડો.મયુર પુજારા, ડો.દિપેશ લધાર, ડો.શ્વેતલ પંચાલ, ડો.રૂપેશ શેઠ, ડો.ભાવિન પટેલ, ડો.કાંદિલી ગાંધી, ડો.વિકાસ તોષનીવલ, ડો.મહેશ મજેઠીયા, ડો.પ્રિયંકા સોની, ડો.રૂષીકેશ ઠક્કર, ડો.યોગેશ અયાલાણી, ડો.ભાવિક ખત્રી, ડો.વિરેન્દ્ર દરજી. સહિતનાઓ લીલાશા મધ્યે સેવા આપશે. તો વળી હાલમાં લીલાસા કુટીયા કોવિડ મધ્યે સેવા આપશે ડો.પાર્થ, ડો.કાજલ, ડો.કવિતા, ડો.રમેશ ચૌધરી, ડો.પરેશ સંજોટ, ડો.ધવલ, ડો.પાયલ, ડો.રોહિત, સેવા આપી રહ્યા છે.લીલાશા કુટીયા કોવિદ કેરની મુલાકાતે પધારેલા શ્રી મહેન્દ્ર પટેલને અહીની જરૂરી આનુસગીક સેવાઓની માહીતી સમિતીના આશીષભાઈ જોષી, પંજકભાઈ ઠકકર, ભારતીય વિકાસ પરિષદના જખાભાઈ હુંબલ, ડો.નીતીન ઠક્કર, હિતેશ રામદાસાણી ,પ્રકાશ ઠક્કર, અગ્રવાલ સમાજના સંજયભાઈ ગર્ગ સહિતનાઓ હાજર રહી અને આપી હતી. તો વળી ભારતીય જનતા પાર્ટીના આગેવાનોમાં ગાંધીધામના ધારાસભ્ય, નગરપાલીકાના હોદેદારો પુનિતભાઈ દુધરેજીયા, ઉપપ્રમુખ બળવંતભાઈ ઠકકર મનીષાબેન પટેલ, મોમાયાભા ગઢવી, સુરેશભાઈ શાહ, વિજયસિંહ જાડેજા, પરેશ પટેલ સહિતનાઓ પણ હાજર રહ્યા હતા.મહેન્દ્ર પટેલે લીલાશા કુટીયામાં ગાંધીધામ બીએચઓશ્રી ડો.સુતરીયા સહિતનાઓ દ્વારા આપવામં આવતી સેવાની પણ પ્રસંસા કરી હતી. એકંદરે તેઓએ સરકાર અને લોકભાગીદારી સાથે ચાલી રહેલ આ કોવિદ કેરની પ્રવૃતીઓથી ખુબજ અભિભુત થયા હતા અને કચ્છભરમાં આ પ્રકારના સેવામોડેલની અમલવારી થાય, અહી ચાલી રહેલી સેવાભાવનામાંથી સૌ કોઈ બોધપાઠ લે તેવો અનુરોધ આ તબક્કે કર્યો હતો.