લીલાશા કોવિડ કેરમાં આઈએમએ ગાંધીધામનો સધીયારો

  • આ..ને..જ કહેવાય સાચો તબીબી ધર્મ નિભાવવું

સરકાર દ્વારા અપાયેલ ૪ એમબીબીએસ તબીબ ઉપરાંત હવે આઈએમએના ૧૦ તબીબી-નર્સીંગસ્ટાફ -વોર્ડ બોય અહીં નિભાવશે સ્વયં ભુ સેવા : દર્દીઓની સારવાર બનશે વધુ ઝડપી

ગાંધીધામ : પૂર્વ કચ્છના લીલાશા કોવિદ કેર સેન્ટરમાં સરકાીરતંત્ર અને સ્થાનિકના લોકો-ઓગવાનો-વેપારીઓ-સંસ્થાઓની લોકભાગીદારીભરી સેવાકીય પહેલમાં હવે તબીબો પણ આગળ આવી રહ્યા હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે.આ બાબતે લીલાશા કોવિદ કેસની સેવાભાવી સમિતીના આશીષભાઈ જોષીએ આપેલી માહીતી અનુસાર કોવિદ કેરમાં દર્દીઓને તથા ડોકટર અને નર્સીગ સ્ટાફની સગવડો સવલતો માટે તમામ પ્રકારની જરૂરીયાતો-સુવિધાઓ સ્થાનિકેથી ઉભી કરવામા આવી જ રહી છે. સરકાર દ્વારા અહી ડોકટર્સ તથા નર્સીંગ સ્ટાફ ફાળવવામાં આવી જ રહી છે. હાલમાં અહી બે એમબીબીએસ દિવસના અને બે રાત્રીના ખડેપગે સેવારત રહેલા છે. ઉપંરાત પણ ડોકટર અને નસીંગ સ્ટાફની જરૂરીયાત અહી વધુ હોતા હવે ગાંધીધામ આઈએમએ દ્વારા પણ લીલાશા કુટીયા કોવિદ કેરમાં સેવા આપવાની સ્વયં ભુ તૈયારીઓ દર્શાવી હોવાનુ તેઓએ જણાવ્યુ હતુ. ગત રોજ સાંજે આઈએમએની એક ટુકડીએ લીલાશા કોવિદ કેરની મુલાકાત લીધી છે અને હવે, અહી ગાંધીધામ આઈએએમના ૧૦ જેટલા તબીબો ખુદના નૃસીગ સ્ટાફ અને વોૃડ બોય સહિતની ટીમ સાથે સેવારત થવાનુ મન બનાવી રહ્યા હોવનુ સામે આવ્યુ છે.શ્રી જોષીએ આપેલી માહીતી અનુસાર ગઈકાલે રવિવારે સાંજે આઈએમએ ગાંધીધામના સભ્યોની એક ટીમ લીલાશા કોવિદ કેરમાં રૂબરૂ મુલાકાતે આવી હતી અને ઓકિસજનવાળા બેડ તથા ૧૦૦ પથારી વાળુ આઈસોલેશન સેન્ટર છે તે આઈએમએની ટીમ ખુદ હસ્તગત કરશે તેવી ઈચ્છા દર્શાવી છે. એટલે કે, અહી ડોકટર-નર્સીગ સ્ટાફ, સફાઈ કામદાર તેઓ જ લઈ આવશે તેવી તેયારી દર્શાવી છે.શ્રી જોષીએ વધુમાં જણાવ્યુ હતુ કે, વર્તમાન સમયે પણ દીવસ દરમ્યાન આઈએમએ ગાંધીધામના પાંચ જેટલા ડોકટર સતત રાઉન્ડ મારતા રહે છે. જયારે હવે ૧૦ ડોકટરની ટીમ સતત અહી સેવારત થવાનુ વિચારી રહી છે જે ખુબજ આવકારદાયક પહેલ બની રહેશે. અહી સરકારી તંત્ર અને તબીબો પરનુ ભારણ એકતરફ ઘટશે તો બીજીતરફ દર્દીઓને ઝડપી સારવાર આપવી પણ સંભવ બની રહેશે. આ બાબતે તેઓની સમિતીમાં સક્રીય ડો.નવીન ઠકકર દ્વારા આઈએમએ સાથે સંકલન સાધીને કાર્ય આગળ ધપાવાઈ રહ્યુ છે. જેમાં આઈએમએના ડો.ભાવિક ખત્રી, ડોકટર નીકીતા મોરખીયા સહિતનાઓ હાલમાં સેવા બજાવી જ રહ્યા છે. આજ સાંજ સુધીમાં આ બાબતે ચોકકસ નિર્ણય લેવાઈ જતા લીલાશા કેરમાં દર્દીઓની સેવા વધુ સુલભ અને ઝડપી બનવાનો આશાવાદ કમીટી સેવી રહી છે.

ઓકિસજન સિલિન્ડર રીફીંલીંગનો રોજનો પ૦ હજારનો ખર્ચ : દાતાઓએ કરી પહેલ

ગાંધીધામ : પૂર્વ કચ્છના લીલાશા કુટીયા કોવિદ કેરમાં દર્દીઓ સારવાર હેઠળ છે ત્યારે અહી ઓકિસજનના રોજના રીફલીંગના પ૦ હજાર જેટલો અંદાજિત ખર્ચ થવા પામી રહ્યો છે તે માટે પણ હવે અહી દાતાઓ આગળ આવી રહ્યા છે. આ માટે એક દીવસના ખર્ચની જવાબદારી શીપીગ ઉદ્યોગથી સંકળાયેલા યુનાઈટેડ ઈન્ડીયાના શ્રી બાલાજીએ ઉઠાવી છે તો બીજા દીવસની જવાદબારી ક્રીષ્ના શીપીંગ તથા માલારા ગ્રુપ દ્વારા ઉઠાવવામાં આવી છે.

  • શ્રી કચ્છી લાલઆશ્રમ હરીદ્વાર કોરોના દર્દીઓની મદદે

લીલાશા કુટીયામાં કોરોનાની ટેસ્ટ લેબ બનાવવા આપ્યુ ર.પ૦ લાખનુ માતબર દાન

ગાંધીધામ : પૂર્વ કચ્છમાં લીલાશા કુટીયા કોવીદ કેર સેન્ટર લોકભાગીદારીની સેવાનો શ્રેષ્ઠ દાખલો બની રહ્યો છે. ઠેર ઠેરથી અહી એકતરફ દર્દીઓ આવી રહ્યા છે તો બીજીતરફ દાતાઓ પણ મોટા પ્રમાણમા દાનની સરવાણી વહેવડાવી રહ્યા છે.દરમ્યાન જ શ્રી કચ્છી લાલઆશ્રમ હરીદ્વાર દ્વારા શ્રી ભારત વિકાસ પરીષદ ગાંધીધામને લીલાશાહ કુટીયા મધ્યે લેબોેરેટરી બનાવવા અર્થે રૂપીયા ર,પ૦,૦૦૦નો સહયો કરવામા આવેલ છે. આ માટેની રકમનું અનુદાન ૫ૂજનીય સંતશ્રી હરિદાસજી મહારાજની ભાવપૂર્ણ પ્રેરણાથી શ્રી પઠાઈભાઈ, શ્રી નવીનભાઈ આઈયા, શ્રી હેમંતભાઈ ભટ્ટી તથા શ્રી ધવલભાઈ આચાર્યના હસ્તે રકમ એનાયત કરવામા આવી છે.

લીલાશા કુટીયા કોવિડ કેરની આત્મનિર્ભરતા ભણી વધુ એક ડગ
કોરોના સલગ્ન પ્રાથમિક રીપોર્ટ લીલાશા કુટીયામાં જ થઈ શકશે : ૯ લાખના દાનની જરૂરીયાત સામે ૧ર લાખથી વધુની રકમ થઈ જમા : દાતાઓએ જુટા હાથે દાનની વહેવડાવી સરવાણી
ગાંધીધામ : પૂર્વ કચ્છમા લીલાશા કોવિદ કેરમાં આત્મનિર્ભરતાની દીશામા વધુ એક ડગ ભરવામા આવી રહ્યો છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર અહી સેવારત કમિટી દ્વારા કોરોનાને લગતી જરૂરી તપાસણી-ટેસ્ટ કરવા માટેની લેબ પણ અહી જ ઉભી કરવાનુ નકકી કરવામા આવતા દાતાઓને આ બાબતે અવગત કરાતા જ જરૂરી માતબર રકમ અહી આવવાનુ શરૂ થવા પામી ગયુ છે.સમિતીના સભ્યની યાદીમાં જણાવ્યા અનુસાર લીલાશા કુટીયાના દર્દીઓના રીપોર્ટ માટે કુટીયા ખાતે લેબ ચાલુ કરવાીન છે એમા અંદાજીત છથી નવ લાખ જેટલો ખર્ચ છે જેના પેટે રપીયા નવ લાખથી વધુની રકમ નોધાઈ જવા પામી ગઈ છે. ભારત વિકાસ પરિષદના સભ્ય કિરણભાઈ આહિર તરફથી ત્રણ લાખ, દીલીપભાઈ મજેઠીયા તરફથી ત્રણ લાખ અને જખાભાઈ આહિર તરફથી ત્રણ લાખ રૂપીયા જમા થયેલ છે. ઉપરાંત ર.પ૦ હજારની રકમ હરીદ્વાર શ્રી કચ્છ લાલઆશ્રમ તરફથી પણ આ જ લેબ પેટે મળ્યા છે. તો વળી છ લાખ રૂપીયા દર્દીઓના રીપોર્ટ માટે જેકીટની જરૂર પડે તેના વાપરવા માટે મયંકભાઈ ઠકકર, એન.આર તરફથી પ૧ હજાર રૂપીયાની દર્દઓના રીપોર્ટની કીટ માટે જાહેરાત કરી અને પહેલ કરવામાં આવી ચૂકી છે.