લીકવીડ હેન્ડવોશનોગાંધીધામની પેઢીને કરોડોનો ગેરકાયદે ઠેકો

ગાંધીધામ : ગુજરાત સરકારના તત્કાલીન રાજ્ય પ્રધાનની સાથેની નજદીકીના લીધે ગાંધીધામની એક પેઢીને તે સમયનો કરોડોનો કોન્ટ્રાટક નિયમોને નેવે મુકીને આપી દેવામા આવ્યો હોવાનો ઘટસ્ફોટ એક આરટીઆઈ કાર્યકર્તા દ્વારા કરવામા આવ્યો હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર માહીતી અધિકાર કાર્યકર વિનોદ પંચોલીએ મેળવેલ માહીતીઅનુસાર ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ હસ્તકના ગુજરાત સટેટ મેડીકલ સર્વીસીસ લીમીટેડ જે ગુજરાતની તમામ સરકાર હસ્તકની હોસ્પિટલમાં જરૂરી તમામ દવા અને તબીબી ઉપકરણોનો જથ્થો પુરો પાડવાનુ કામ કરે છે જેની કેટલીય ખરીદી શંકાના દાયરામાં જ રહેતી હોવાનુ મનાય છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગુજરાત સરકારે ગુજરાતની તમામ હોસ્પિટલમાં એન્ટીબાયોટી હેન્ડવોશ વોલ માઉન્ટેડ સ્ટેન્ડ સાથે પુરૂ પાડવાનો નિર્ણય કર્યો હતો. જે અંતર્ગત જીએસએમસીએલ દ્વારા ટેકનીકલ બીડ અને ટેન્ડર પ્રકાશિત કરવામા આવલ હતા. બાદમાં કોઈ ભેદી કારણોથી તે ટેન્ડર પ્રક્રીાય સ્થગીત કરી દેવામા આવી અને આ વિધાનસભાની ચૂંટણીઓ પહેલા તેમાં રહેલા અન્ય સાત કંપનીઓને જે તે ટેકનીકલ કારણોસર રદ કરી તે કંપનીને ખુલાસાનો સમય કે મોકો આપ્યા વગર કચ્છની એવરી ડે હર્બલ બ્યુટી કેર નામની કંપનીને આ ટેન્ડર આપવામાં આવ્યુ છે. આ ટેન્ડર બે વરસ સુધી એન્ટીબાયોટીક હેન્ડવોશ પુરવઠો પુરૂ પાડવાનુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જે એકમને ટેન્ડર આપવામા આવેલ છે તેનું ર૦૧પ-૧૬નું ઓડીટ ટર્ન ઓવરમાત્ર રૂપીયા સાડા પાંચ કરોડ છે. જે ભુતકાળમાં ટર્ન ઓવર કરતા અચાનક થયેલ વધારો છે. જે પણ શંકાસ્પદ છે. તો બીજીતરફ ખાદી કમિશનમાં સ્મોલ સ્કેલ એકમ તરીકે માન્યતા મેળવેલ છે. અને કર રાહતના મોટા લાભો મેળવે છે. એકમે જે બેંકમા ખાતું છે તેનો બેંક ગેરંટી લેટર માત્ર રૂપીયા એક કરોડનો જ આપેલ છે. જયારે તત્કાલીન રાજ્ય પ્રધાન જે બેંકના વાઈસ ચેરમને છે તે બેંકનો રૂપીયા આઠ કરોડનો બેંક ગેરંટી લેટર છે જેમાં કંપનીનું નહી પણ વ્યકિત નામનુ રાધનપુર શાખામાં ખાતુ છે તો આ એકમ કઈ રીતે પુરવઠો સપ્લાય કરી શકશે. વળી લીમીટેડ કે પ્રાઈવેટલીમીટેડ પેઢી ન હોતા વ્યકિતગત માલીકીની પેઢી છે. આવી પેઢીને ભુતકાળમાં આટલુ મોટુ ટેન્ડર અપાયાનો કોઈ રેકર્ડ પણ નથી. પરંતુ આ ટેન્ડર ઈચ્છીત વ્યકિતને મળે ત માટે ટેન્ડર શરતમાં ખાદી અને ગ્રામદ્યોગ એકમને પ્રાથમીકતા આપવા તેવી કોલમ નખાવી હતી. જેવુ એકમ સમગ્ર ગુજરાતમાં આ એક જ પેઢીનું છે. આ એકમના માલીક રાજેશ કુબડીયા પૂર્વ મંત્રીના અંગત મનાઈ રહ્યા છે. ઉપરાંત કચ્છ ભાજપના પણ એક મોટા ગજાના નેતાની નજીકના જ મનાય છે. કહેવાય છે કે, ભુતકાળમાં ખાદી કમીશનના સલાહકાર મંડળમાં પણ ગેરકાયદે નિમણુંક થયેલ હતી અને બાદમાં ઉહાપોહ થતા રાજીનામુ આપેલ હતુઅને રાધનપુર ખાતે તેમનાપર મારામારી અને ખુન કરવાનો
અને સમાજમાં ઉશ્કેરાયેલ ફેલાવાવના પ્રયાસનો પણ ગંભીર કેસ થયેલ છે. ર૦૦રમાં ર૩ દીવસજેલમાં પણ જઈ આવેલ છે. જે કેસ હજુ પણ ચાલુ હાવેાનુ અરજદારે જણાવ્યુ છે. આ બાબતે અરજદાર વિનોદ પંચોલીએ મુખ્યમંત્રી અને રાજયના મુખ્ય સચીવ પાસે આ ટેન્ડરપ્રક્રીયા સંપૂર્ણ રદ કરી પુનઃ પારદર્શક રીતે કરવા અરજી કરી છે. જો આ ટેન્ડર રદ નહી થાય તો આંદોલન કરવા સાથે ન્યાયલયમાં પડકારવામા આવશે તેમ પણ જણાવાયેલ છે. આ મામલે જેઓની કંપની સામે આક્ષેપો કરવામા આવ્યા છે તેવા રાજુભાઈ કુબડીયા(શાહ)ને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, અરજદારની અરજીમાં કરેલા તમામ આક્ષેપો પાયાવીહોણા છે. તેઓેએ વધુમાં કહ્યુ હતુ કે, આ સબબનું ટેન્ડર તેઓ દ્વારા ભરવામા આવ્યુ છે પરંતુ હજુ સુધી તેમને એ મળવા પામ્યુ નથી. જે અરજીમાં અપાઈ ગયાનું દેખાડે છે. આ ઉપરાંત ખાદી ગ્રામ ઉદ્યોગ એકમને જ આપવુ તેવો સરકારનો નિર્ણય છે અને જોગાનુ જોગ તેવુ મારૂ જ એક એકમ છે. શ્રી રાજુભાઈએ જો કે વધુમાં કહ્યુ હતુ કે ૩૦ કરોડનું ટેન્ડર મારા એકમને મળ્યાની વાત પણ સત્યથી વેગડી છે. મેડીકલ ક્ષેત્રમાં સરકાર કયારે એક આખેઆખો ઓર્ડર કોઈ એક જ કંપનીને આપતી જ હોતી નથી. મને સમગ્ર ટેન્ડરના મળશે તો પણ ૧પથી ર૦ ટકાનું જ કામ મળશે અને એ પણ હજુ મળ્યુ તો નથી જ. તેઓએ કહ્યુ કે તે પોતાનું એકમ વર્ષ ર૦૦રથી વાજપાઈ બેંકેબલ યોજનામાી એક લાખની લોન લઈને શરૂ કરેલ હતુ જે આજે પણ રજીસટ્રેશન ધરાવે છે. ગુજરાત રાજયના તત્કાલીન મંત્રીના તેઓને વહીવટદાર માનવામા આવી રહ્યા હેાવાની વાતનો પણ તેમણે છેદ ઉડાડી દીધો હતો અને તે અરજદારની મનસુફી હોઈ શકે તેમ કહ્યુ હતુ. ઉપરાંત તેઓને ભુતકાળમાં પણ ખાદી કમીશનના સલાહકાર મંડળમાં પણ ગેરકાયદેસર નિમણુક થયા બાદ ઉહાપોહ થતા રાજીનામુ આપવુ પડયુ અને તેઓએ વર્ષ ર૦૦રમાં જેલવાસ ભોગવ્ય હોવાની વાત પણ શ્રી રાજુભાઈ કુબડીયાએ તદન ખોટી ગણાવી હતી. તેમણે કહ્યુ હતુ કે આવી કોઈ જ ઘટના કયારે બની જ નથી. ઉપરાંત જેલવાસ પણ તેઓને થયો નથી કે કોઈ કેસ પણ તેમની સામે ચાલતો જ નથી. વધુમાં રાજુભાઈએ ઉમેર્યુ હતુ કે, ગોધરાકાંડ પછીના તોફાનો વખતે એક હિન્દુ હોવાના નાતે મે મારૂ પણ નામ એક અરજીમાં સામે આવ્યુ હોઈ શકે બાકી મારી સામે કેસ થવો કે ફરીયાદ દાખલ થવાનો કોઈ જ મામલો ચાલતો નથી. એકંદરે તેઓએ તમામ આક્ષેપોને પાયાવિહોણા જ ગણાવ્યા હતા.