લાલ..મોટર..આવી..!..એ તો કેવી સરસ મજાની વા..ત.છે.! પૂર્વ કચ્છને‘લાલલાઈટ’ના ઉજળા ચિહ્નો :અંજાર-ગાંધીધામની મજબુત સંભાવના

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા શકિતસિંહને હરાવીને જાયન્ટ કીલર બનેલા વિરેન્દ્રસિંહ જાડેજાનું પણ ભાજપમાં પ્રદેશ-રાજયકક્ષાએ કદ વધ્યુ છે : સરકારમાં અથવા તો બોર્ડ-નિગમમાં ચાવીરૂપ પદ મળવાની સેવાતી સંપૂર્ણ સશકયતા

 

પ્રથમ ફેજમાં પડેલા ફટકાનું વલણ બદલાવવા તથા કચ્છમાં ભાજપના ગઢને અડગ રાખનારા ગાંધીધામના સૌથી નાની વયના મહીલા ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીને ‘દલિત’ સમુદાયમાથી રાજય સરકારમાં મળી શકે છે પ્રતિનિધિત્વ તો અંજારમાં સતત પાંચમી વખત ધારાસભામાં ચૂંટાઈ આવેલા અને અગાઉ ‘કચ્છીમંત્રી’તરીકે બખુબી સેવા નિભાવેલ અંજારમાં આ વખતે ‘વાઘ’ સાબીત થનારા વાસણભાઈને પણ ‘ઓબીસી’ કવોટામાથી ગુજરાત સરકારના ચાવીરૂપ હોદા પર મળી શકે છે માનભેર સ્થાન

 

ગુજરાતના જનાદેશમાં ભાજપને માટે તો ‘રડતા રડતા હસવુ..કે હસતા..હસતા..રડવુ’સમાન જ તાલ થયો છે ત્યારે આગામી દીવસોમાં ચિત્ર સુધારવા માટે સરકાર-સંગઠન તબક્કે થઈ શકે છે મોટા ફેરબદલ

 

વિરેન્દ્રસિંહ જાડેજાને માટે તો ‘ડબલ-ધમાકા’નો તાલ ઃ ન’હોતી મળતી તો એક બેઠક પર પણ ટીકીટ નહોતી મળતી..હવે બેની જવાબદારી સંભાળશે વિરેન્દ્રસિંહ ઃ રાપરની બેઠકના પ્રબળ દાવેદાર હતા અને અપાઈ માંડવીની બેઠક..જયાથી જાયન્ટ કીલર સાબીત થઈને વિરેન્દ્રસિંહ વિજેતા થયા તો બીજીતરફ રાપરમાં ભાજપના ઉમેદવારને હાર ખમવાની થતા આ બેઠક પર પણ સહજ રીતે જ વિરેન્દ્રસિંહ પર આવશે જવાબદારી ઃ એટલે ૪ પૈકીની અડધો-અડધ બેઠકો પર વિરેન્દ્રસિંહનું રહેશે વર્ચસ્વ

 

 

ગાંધીધામ : ગુજરાતનો જનાદેશ આ વખતે ફરીથી એકવખત વિકાસવાદ તરફ જ વળ્યો છે. ભાજપને માટે જીત તો રાજયમાં થઈ જ છે પરંતુ જે આંકડાઓ સામે આવ્યા છે તેનાથી હસતા હસતા રડવુ કે રડતા રડતા હસવુનો પણ તાલ થઈ જવા પામ્યો છે. આવામાં ભાજપ ર૦૧૯ના સુધી પોતાના વિજય રથને વણથંભ્યો આગળ ચલાવવા માટે કોઈ પણ પ્રકારની કચાશ નહી રાખે તે સહજ બની ગયુ છે. ગત રોજ ગુજરાતની સાથોસાથ કચ્છના જાહેર થયેલા મહાજનાદેશમાં ભાજપને ફાળે ચાર બેઠકો અને કોંગ્રેસને બે બેઠકો મળવા પામી છે. આવામાં કચ્છમા સૌ પ્રથમ વિજેતા ગાંધીધામની બેઠક પરના માલતીબેન કે મહેશ્વરી જ થવા પામ્યા છે. અનેક વિધ જા અને તોની વચ્ચે થયેલ તેઓનો વિજય તેમનુ નશીબ ગણો કે ભાગ્યનો ચમત્કાર પરંતુ કચ્છમાથી તેઓ સૌથી વધારે લીડ સાથે વિજેતા થયેલા ઉમેદવાર તરીકે ઉભરી આવ્યા છે. સૌથી વધારે લીડ ર૦હજારથી વધુ મતોની તેઓની રહી છે. તેઓ યુવા અને મહીલા ચહેરો પણ કહી શકાય તેમ છે. આવામાં ગુજરાત સરકાર આગામી દિવસોમાં મંત્રીમંડળમાં જે ફેરફાર કરે તેમાં ગાંધીધામના યુવા મહીલા અને સ્વચ્છ-શિક્ષિત પ્રતિભા ધરાવતા માલતીબેનને તક આપે તેવા ઉજળા ચીહ્નો સામે આવવા પામી ગયા છે.
અહી નોધનીય છે કે, આ વખતે ભાજપની બેઠકો ઘણી ઘટી છે અને તેમાં અનેક સીનિયર નેતાઓ હાર્યા છે જેમાં દલિત મંત્રીઓનો પણ હારમા સમાવેશ થવા પામી ગયો છે. આવામાં ગાંધીધામના માલતીબેનને લાલલાઈટ મળવાની શકયતાઓ ઓેર વધી જવા પામી ગઈ છે. તે પછી પૂર્વ કચ્છની બીજી એવી અંજાર બેઠક પણ મંત્રીપદમાં સ્થાન મળવવા માટે નીશ્ચીત જ કહી શકાય તેમ છે. અંજાર બેઠક પર ભાજપના વાસણભાઈ ગોપાલભાઈ આહીર સતત પાંચ વખત ચુંટણીઓમાં વિજય મેળવી ચૂકયા છે. ભાજપ અને પોતાની વ્યકિતગત પ્રતિષ્ઠાને તેઓ અહી અકબંધ જ રાખી રહ્યા છે. અગાઉ કચ્છીમત્રીનું બિરૂદ તે પામી ચૂકયા છે અને હાલમાં પણ સીએમના સંસદીય સચીવ પદે સેવારત રહેલા છે. ઉપરાંત વાસણભાઈ નરેન્દ્ર મોદી અને અમિત શાહની ‘સેફ-ગેમ’માં પણ સતત સમાવિષ્ટ થતા જ રહ્યા છે. એટલે ઓબીસી કવોટના તથા ગુજરાત સરકારના ચાવીરૂપ અને મહત્વપૂર્ણ ચારથી પાંચ પદો કહી શકાય તેની જવાબદારી આ વખતે વાસણભાઈને સોપવામા આવે તો નવી નવાઈ નહી કહેવાય.
ગાંધીધામના માલતબીને મહેશ્વરી, અંજારના વાસણભઈ આહીર ઉપરાંત માંડવી-મુંદરા વિધાનસભા બેઠક કે જે રાજયભરની હાઈપ્રેફાઈલ બેઠક પરની એક મનાતી હતી તેના પર કોંગ્રેસના કદાવર અને રાષ્ટ્રીય પ્રવકતા સમાન શકિતસિંહ ગોહીલને હરાવી અને ભાજપના જાયન્ટ કીલર સાબીત થયેલા વીરેન્દ્રસિંહ જાડેજાનું પણ પ્રદેશકક્ષાએ વજન-વર્ચસ્વ વધ્યુ જ છે. આવામાં સરકાર તબક્કે નહી તો તેઓને પણ બોર્ડ-નીગમમાં કોઈ ચાવીરૂપ પદ મળે તો નવી નવાઈ નહી  કહેવાય.
ગુજરાત સરકાર આ વખતે ઘટેલી બેઠકો, મંત્રીઓ-સીનિયર નેતાઓને મળેલી હાર પછી આત્મચિંતન કરી અને સરકાર-સંગઠન બન્ને તબક્કે ફેરફાર કરશે તે નીશ્ચીત છે અને તેમાં આ વખતે પારદર્શક, સ્વચ્છ પ્રતિભા ધરાવનારાઓને તક મળશે જેમાં ગાંધીધામ-અંજાર સહિત કચ્છનુ વજન વધે તો નવી નવાઈ નહી કહેવાય. ભુજ વિધાનસભા બેઠક પરથી વિજેતા બનેલા ડો.નિમાબેન પણ વિધાનસભા અધ્યક્ષપદ માટે તેઓ સૌથી સિનિયર ધારાસભ્યની ગણતરીઓમાં આવતા હોવાથી બિરાજમાન થાય તેવુ પણ ચર્ચાય છે. આમ આગામી સરકારમાં કચ્છ ખાસ કરીને તેમાંય ગાંધીધામ-અંજાર, માંડવીનુ પ્રભુત્વ વધે તો નવી નવાઈ નહી કહેવાય.
ગુજરાતમાં ભાજપની જીત થઈ છે તે વાત નીશ્ચીત છે પરંતુ પાતળી સરસાઈવાળો વિજય ભાજને માટે વધુ પડકારજનક સ્થિતી બની છે અને આગામી દિવસોમાં ભાજપને પોતાનો વિજય રથ યથાવત રાખવાને માટે સંગઠનાત્મક અને સરકાર તબક્કે ફેરફાર કરવો જ પડશે તેવા સંકેતો હાલના તબકકે જાવાઈ જ રહ્યા છે.ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની ટીમ આ વખતે ફેરફાર કરે અને તેમાં નવા ચહેરાઓને તક આપે તો કચ્છને ફાળે ચોકકસથી આટઆટલા પદો તો આવશે જ તેમાં કોઈ જ બેમત ન કહી શકાય.