લાલુ યાદવ પરિવારની ૧૮૦ કરોડની સંપત્તિ જપ્ત થશે

નવી દિલ્હી : આયકર વિભાગે રાજદ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવને તેમના પરિવારની દિલ્હી અને પટણાની ડઝનેક સંપત્તિઓ જપ્ત કરવાના આદેશો આપ્યા છે. બેનામી સોદાની તપાસ સાથે જોડાયેલી આ  સંપત્તિઓનો બજાર ભાવ લગભગ ૧૭૦ થી ૧૮૦ કરોડ થવા જાય છે. આ મામલામાં અધિકારીઓએ કહ્યુ છે કે, આ મામલામાં એબી
એકસપોર્ટ પ્રા.લી. વિરૂધ્ધ પણ આદેશ જારી કરવામાં આવ્યા છે. જેની સંપત્તિ પર લાલુ પ્રસાદ યાદવ પરિવારનો માલીકી હક્ક ગણવામાં આવી રહ્યો છે. સુત્રોએ જણાવ્યુ છે કે, દ.દિલ્હીની ન્યુ ફ્રેન્ડસ કોલોનીમાં એક સંપત્તિની માલીકીની આ કંપની છે.આઇટી અધિકારીઓએ જણાવ્યુ છે કે, દિલ્હીઅને બિહારમાં એક ડઝન જેટલી જમીન, બીજવાસન સ્થિત ફાર્મ હાઉસ, દિલ્હીની એક જમીન,  પટણામાં આવેલી સંપત્તિ વગેરે જપ્ત કરવામાં આવશે. બેનામી સંપત્તિઓની મુળ કિંમત ૯.૩ર કરોડ રૂ. છે. જયારે કર અધિકારીઓએ તેનુ બજાર મુલ્ય ૧૭૦ થી ૧૮૦ કરોડ આંકયુ છે.આ બાબતે લાલુ પ્રસાદનું કહેવુ છે કે અમારી વિરૂધ્ધ રાજકીય બદલાની ભાવનાથી  પગલા લેવામાં આવી રહ્યા છે.