લાલુ મામલે ગેહલોતે મારી ગુલાંટ

નવીદિલ્હી : ભારતીય કોંગ્રેસ કમિટીના સંગઠન મહાસચિવ અશોક ગેહલોતે બિહાર ગઠબંધનને લઈ આપેલા મોટા નિવેદનથી પલટી મારી લીધી છે. અશોક ગેહલોતે રાજદ પર આપેલા પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરવી પડી છે. તેમણે કહ્યું કે, મારી કહેવાની ભાવના અલગ હતી. રાજદ અને કોંગ્રેસ હંમેશા સાથે ઉભા રહેશે. લાલૂજીના સાથને કોગ્રેસ ક્યારે પણ નહીં ભૂલે. મે જે કહ્યું હતું તેનો મતલબ મજબૂરી સાથેનો ન હતો. મારી ભાવના કોંગ્રેસને મજબૂત કરવાની હતી. કોંગ્રેસ રાજ્યમાં મજબૂત થવા માંગે છે. તેનાથી લાલૂજીને પણ કોઈ વાંધો નહીં હોય.આ
પહેલા પટના પહોંચેલા ગેહલોતે કહ્યું કે, બધાને ખબર છે કે ગઠબંધન કેમ થાય છે. આજે કોંગ્રેસ કમજોર છે જેથી આવી સ્થિતિ છે. કોંગ્રેસની આજે મજબૂરી છે કે, તેને રાજદ કે જદયૂ સાથે વાતચીત કરવી પડે છે. ગેહલોતે કહ્યું કે, રાજદ સાથે અમારે ગઠબંધન છે