લાલુની પુત્રી-જમાઈ સામે ફોજદારીનો ખતરો

પટણા ઃ. ઈન્કમટેકસ વિભાગે આરજેડીના વડા લાલુપ્રસાદ યાદવની પુત્રી મિશા ભારતી એ તેમના પતિ શૈલેષકુમાર સામે નવેસરથી આજે સમન્સ જારી કર્યુ હતુ અને તેની સમક્ષ ઉપસ્થિત થવા માટે આદેશ કરી દીધો છે. સત્તાવાર સુત્રોનું કહેવુ છે કે, આ વિભાગ દ્વારા ભારતી અને કુમાર સામે ફોજદારી ફરીયાદ દાખલ કરવામાં આવે તેવી શકયતા દેખાઈ રહી છે. ફોજદારી ફરિયાદ લાલુપ્રસાદ યાદવના પત્નિ અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી, તેમના પુત્ર અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે પણ દાખલ કરવામાં આવે તેવી શકયતા દેખાઈ રહી છે. શેલ કંપનીઓનો ઉપયોગ લાલુપ્રસાદ યાદવ અને તેમના પરિવાર દ્વારા કઈ રીતે કરવામાં આવ્યો હતો તે મામલામાં તપાસવિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. બેનામી સંપત્તિ કેસમાં દિલ્હી અને પટણામાં મહાકાય સંપત્તિઓ ખરીદવા માટે લાલુ અને તેમના પરિવારના સભ્યોએ શેલ કંપનીઓનો ઉપયોગ કર્યો હતો. ટેકસ અધિકારીઓનું કહેવું છે કે, ફોજદારી ફરીયાદ દિલ્હી કોર્ટમાં દાખલ કરવામાં આવનાર છે. આગામી દિવસો લાલુપ્રસાદ યાદવ અને તેમના પરિવારના સભ્યો માટે મુશ્કેલરૂપ હોય શકે છે. કેન્દ્ર સરકાર અને અન્ય તપાસ સંસ્થાઓ દ્વારા સકંંજો વધુ મજબુત કરવામાં આવી રહ્યો છે