લાલાશા કુટીયા કોવિદ કેર શોભાના ગાંઠીયા સમાન : મુલાકાતના ફોટા પડાવનારા વાસ્તવિકતા પણ ચકાસે

પૂર્વ કચ્છમાં કોવિદ કેર માટે એકમાત્ર વિશાળ પ૦ બેડ ઓકસિજન સાથે ૧૦૦ બેડના સરકારીમાળખાના દાવાઓ પોકળ હોવાનો કચવાટ : શરૂ થયાના ત્રણથી પાંચ જ દીવસમાં દર્દીઓની તબિયત લથડયાને ભુજ રીફર કરાયાના વધી ગયા છે કીસ્સા

પ૦ ઓકસિજન સાથેના બેડ કહેવાય છે, ચકાસણીઓ તો કરો કે, હીકકતમાં કેટલા બેડ ઓકિસજન સાથેના છે, વેન્ટીલેટર કેટલા ચાલુ છે, લાયકાત ધરાવતા તબીબો પુરતા પ્રમાણમાં છે ખરા, નર્સીંગ સ્ટાફની શું સ્થિતી છે? : માત્ર કોવિદ કેર શરૂ થઈ રહ્યુ છે, તેના ખાલીખમ બેડની સાથેના ફોટાઓ પડાવી સંતોષ માની લેનારા ઝભ્ભા લેંગાધારીઓ હકીકતનો પણ ચિત્તાર મેળવે તે ખુબજ આવશ્યક

ગાંધીધામ : કોરોનાની મહામારી ગુજરાત સહિત કચ્છમા પણ માજા મુકી રહી છે. અહી તંત્રની સામે મોટા પડકારો ઉભા થવા પામી ગયા છે સ્થિતી ભયાનક અને ડરામણી બની જવા પામી ગઈ છે ત્યારે પણ જાણે કે ઝભ્ભા લેગાવાળાઓ માત્ર સસ્તીપ્રસિદ્ધીઓમાં રાચી અને માળખા ઉભા કરી દેવાયાના દાવાઓ જ ફુંકી રહ્યા હોય તેવી રીતે આ દાવાઓ પોકળ જ પુરવાર થતા હોવાની સ્થિતી પૂર્વ કચ્છમાં જોવા મળી આવી રહી છે. હા, અહી વાત કરવામા આવી રહી છે, કોરોનાના માટે સરકારી રાહે ઉભા કરવામાં આવેલા લીલાશા કોવિદ કેર સેન્ટરની. બે-પાંચ રોજ પહેલા મોટાઉપાડે રાજકારણીઓ દ્વારા અહી પૂર્વ કચ્છને માટે કોરોનાની રાહતરૂપ સેવા શરૂ કરવામા આવી રહી હોવાના દાવાઓ કરવાની ઉપરાંત ફોટાઓ પડી અને આશ્વાસનો આપી દીધા હતા પરંતુ આ તમામ હવે ઠાલા જ પુરવાર થવા પામી રહ્યા હોય તેમ પ૦ ઓકસિજન બેડ સાથે ૧૦૦ બેડની હોસ્પિટલ હવે શરૂ થયાની સ્થિતી શોભાના ગાંઠીયા સમાન જ બની રહી છે. અહી હકીકતમાં તપાસ કરવાની જરૂર છે કે, ઓકસિજન હકીકતમાં કેટલા છે, વેન્ટીલેટર છે તો કેટલા ચાલું છે, તે સહિતની તપાસ કરવી ઘટે.