લાલકિલ્લા હિંસાનો આરોપી ગુરજોત સિંહ અમૃતસરથી ઝડપાયો

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,દિલ્હી પોલીસ દ્વારા આ ઘટનાના મુખ્ય આરોપી દીપ સિદ્ધુ, જુગરાત સિંહ, ગુરજોત સિંહ અને ગુરજંત સિંહ વિશે માહિતી આપનારને એક લાખ રૂપિયા રોકડા આપવાની ઘોષણા કરવામાં આવી હતી. ૨૬ જાન્યુઆરીના રોજ દેશની રાજધાની દિલ્હીમાં આવેલ લાલકિલ્લા પર કરેલી હિંસાના સંદર્ભમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેના પર એક લાખ રૂપિયાનું ઈનામ રાખવામાં આવ્યું હતું. ગુરજોત સિંહ એજ આરોપી છે જે લાલ કિલ્લા પર જઈને પાછળ વાળા ગુંબજ પર ચઢીને ઝંડો ફરકાવ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ તેને અમૃતસરમાંથી પકડવામાં આવ્યો હતો.જો વિગતવાર આ ઘટના સમજીએ તો ૨૬ મી જાન્યુઆરીના દિવસે જે હિંસા થઈ તેમાં સૌથી પહેલા દીપ સિદ્ધુની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ દિલ્હીની એક કોર્ટ દ્વારા તેને જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યો હતો પણ થોડા કલાક બાદ તેને ફરી પકડી લેવામાં આવ્યો હતો. તેની બીજીવાર ધરપકડ પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવેલ હ્લૈંઇના આધારે કરવામાં આવી હતી.ખેડૂતના દેશવ્યાપી આંદોલનને ટેકો આપનાર ૧૨ વિપક્ષી નેતાઓમાં સોનિયા ગાંધી, મમતા બેનરજી,રાહુલ ગાંધી, પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગોડા, એનસીપી સુપ્રીમો શરદ પવાર, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે, તમિલનાડુના સીએમ એમ.કે.સ્ટાલિન, ઝારખંડના સીએમ હેમેંત સોરેન સહિતના નેતાઓ સામેલ છે.