લાખાપરમાં સર્ગભા મહિલાને સારવાર નસીબ ન થતા મોત

અંજાર : અંજાર તાલુકાના લાખાપર ગામે વાડીમાં કામ કરતી સર્ગભા મહિલાને પ્રસુતાની પીડા ઉપડતા સમયસર સારવાર નસીબ નહી થતા મોત નિપજ્યું હતું.
અંજાર પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ તાલુકાના લાખાપર ગામે વેરજીભાઈની વાડીમાં કામ કરતી મૂઈ સંતરામપુરની સર્ગભા મહિલા સુમીત્રાબેન કાનજીભાઈ નાયકને પ્રસુતાની પીડા ઉપડતા સમયસર સારવાર ન મળતા તેનું મોત નિપજતાનું અંજાર પોલીસ દફતરે નોંધાયું હતું. અંજાર પોલીસ દફતરે અકસ્માત મોતનો ગુન્હો નોંધી આગળની તપાસ એએસઆઈ રામદેવસિંહ જાડેજાએ હાથ ધરી હતી.