લાખાપરમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો

મુન્દ્રા : તાલુકાના લાખાપર ગામે રહેતા યુવાન ઉપર ધોકા વડે હુમલો કરતા બે શખ્સો સામે એટ્રોસીટીનો ગુન્હો નોંધાવા પામ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ગાંગજી ડાયા મહેશ્વરી (ઉ.વ.૩૭)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે ગઈકાલે બપોરના તેઓ લાખાપર ગામે અશ્વિન પટેલની વાડીએ હતા ત્યારે બળવંતસિંહ ધીરૂભા જાડેજા તથા બહાદુરસિંહ હેમુભા જાડેજા (રહે. બન્ને વિરાણીયા તા.મુન્દ્રા)ના ખેતરોની બાજુમાં તેઓએ જમીન ખરીદેલ હોઈ અને તે જમીનમાં ખેતી કરવા તેઓએ પોલીસ પ્રોટેકશનની માંગણી કરેલ તેનું મનદુઃખ રાખી આરોપીઓએ ધોકા વડે મારમારી જાતિ પ્રત્યે અપમાનીત શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા મુન્દ્રા પોલીસે એટ્રોસીટીની કલમો તળે ગુન્હો નોંધી ભુજ એસસી/એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષકે તપાસ હાથ
ધરી હતી.