લાકડીયામાં દેશી બંદુક સહિતના હથિયારો સાથે એક જબ્બે

કારમાંથી આરોપીને ઝડપી પાડી લાકડીયા પોલીસે પ.૧પ લાખનો મુદ્દામાલ કર્યો કબજે

(ક્રાઈમ પ્રતિનિધિ)

ભચાઉ :  તાલુકાના લાકડીયા ગામે આવેલા પાણીના ટાંકા પાસેથી પોલીસે એક શખ્સને કારમાંથી દેશી હાથ બનાવટની બંદૂક તેમજ ધોકા, છરા અને ધારીયા સહિતના હથિયારો સાથે ઝડપી પાડયો હતો. આરોપી વિરૂદ્ધ પોલીસે આર્મ્સ એકટ સહિતની કલમો તળે ગુનો નોંધ્યો હતો.  લાકડીયા પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન લાકડીયાના દાણવા દાદા વાસમાં રહેતા ર૧ વર્ષિય આરોપી ઈરફાન શેરમામદ રાઉમાને ઝડપી પાડયો હતો. લાકડીયા ગામના પાણીના ટાંકા પાસે પોતાના કબજાની જીજેપ સીઈ ૩૮ર૦ નંબરની કારમાંથી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આરોપીના કબજામાંથી વગર પાસ પરવાનાની દેશી હાથ બનાવટની બંદુક કિંમત રૂા. પ હજાર તેમજ લાકડાનો ધોકો, છરા, ધારીયા સહિતના હથિયારો કબજે કર્યા હતા. પોલીસે પાંચ લાખની કાર એક મોબાઈલ સહિત કુલ્લ પ.૧પ લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરૂદ્ધ આર્મ્સ એકટ સહિતની કલમો તળે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.