લાકડીયાની એસબીઆઈ શાખામાં કર્મચારી ઘટ પુરવા રજુઆત

 

ગાંધીધામઃ લાકડીયા ગામે આવેલ એસ.બી.આઈ. લાકડીયા શાખા એક માત્ર શાખા છે. લાકડીયા ગામની શાખાને જોડતા આજુબાજુના આઠ થી દસ ગામ આ શાખામાં ખાતા ધારકો ધરાવે છે પરંતુ બેંકમાં સ્ટાફ અપુરતો હોવાથી ફકત બે કર્મચારી દ્વારા હાજર હોઈ કામગીરીમાં અવરોધ થાય છે કારણ કે બાળકોના શિષ્યવૃતિ ખાતા આર.સી.સી.ખાતા, જનધન ખાતા, ચાલુ ખાતા, સરકારી સંશસ જેવા અન્ય ખાતાઓ માટે ખુબજ લાઈન લાગે છે અધુરા પુરું આ શાખાના સ્ટાફના મેનેજર અને ફિલ્ડ ઓફીસર બન્ને તોચડી ભાષામાં વૃદ્ધો તથા મહિલા અને બાળકો સાથે ગેર વર્તન કરે છે આ બન્ને કર્મચારી કોઈ ખાતા ખોલાવા કે લોન લેવા કે સીસી કરવામાં વગેરે બાબતે સરકાર આપતી નથી અને ખોટેખોટા બાના બતાવે છે. આમ આ શાખામાં પુરતો સ્ટાફ અને ગ્રામજનોને અનુકુળ રહે તેવો સ્ટાફ નિમવા માટે સરપંચ લાકડીયા જુથ ગ્રામ પંચાયત લાકડીયા દ્વારા ચીફ જનરલ મેનેજર સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા અમદાવાદને લેખીત રજુઆત કરી છે.