લાકડિયા નજીક ટ્રકના ઠાઠા અન્ય ટ્રક ભટકાતા ખલાસીનું મોત

વહેલી પરોઢે અકસ્માત સર્જાતા ટ્રકની કેબીનમાં ફસાયેલા ડ્રાઈવર- ક્લિનરને બહાર કાઢવા લોકો સ્થાનિકે થયા એક્ત્ર : પોલીસે શરૂ કરી છાનભીન

ભચાઉ ઃ તાલુકાના લાકડિયા નજીક વહેલી પરોઢના ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રકના ઠાઠામાં અન્ય ટ્રક ધડાકાભેર ભટકાતા ટ્રકના ખલાસીને ગંભીર પ્રકારની ઈજાઓ થતા મોતને ભેટ્યો હતો. તો ચાલકને ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાયો હતો.
લાકડિયા પોલીસ સ્ટેશનના તપાસનીશ સહાયક ફોજદાર નટુભા જાડેજાએ વિગતો આપતા જણાવેલ કે, રાજસ્થાન પા‹સગ ટ્રક નંબર આર.જે. ૦૯ જી.બી. ૬ર૧૬ રાધનપુર તરફથી કચ્છ તરફ આવતી હતી. ત્યારે ટ્રકના ચાલકે પોતાના કબજાની ટ્રકને બેદરકારી પુર્વક હંકારતા આગળ જઈ રહેલ ટ્રકના ઠાઠામાં ધડાકા ભેર ભટકાવતા ખાલી સાઈડે બેઠેલા ક્લિનર નેનુસિંગ રાજુસિંગ રાજપૂત (ઉ.વ. રપ) (રહે રામ્યા રાજસ્થાન)ને ગંભીર પ્રકારની ઈજાઓ થતા મોતને ભેટ્યો હતો. જયારે ટ્રકના ચાલકને ઓછીવતી ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતો. બનાવની જાણ થતા તેઓ હોસ્પિટલ ધસી ગયા હતા. અને મૃતકની લાશનું પી.એમ. કરાવવા તેમજ ટ્રકના ચાલક સામે ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરેલ છે.