લાકડિયામાં યુવાને ગળેફાંસો ખાઈ જીવનનો આણ્યો અંત

મીઠીરોહરમાં સર્પ દંશને કારણે યુવાનનું મોત

ગાંધીધામ : પૂર્વ કચ્છમાં અપમૃત્યુના બનાવોમાં બે યુવાનોનું મોત નિપજ્યું હતું. ભચાઉ તાલુકાના લાકડિયામાં યુવાને ગળેફાંસો ખાઈને આફાનિ દુનિયાને અલવિદા કરી હતી. તો ગાંધીધામના મીઠીરોહરમાં યુવાનને સાપ કરડતા મોત નિપજ્યું હતું.પ્રાપ્ત વિગતો મુજબ ભચાઉના લાકડિયામાં વાણિયાવાસમાં રહેતા ર૮ વર્ષિય રાહુલ મનજીભાઈ વાણિયાએ આત્મઘાતી પગલું ભર્યું હતું. બનાવને પગલે હતભાગીના માતા મંજુલાબેને પોલીસમાં આપેલી કેફીયત મુજબ તેમનો પુત્ર જમી પરવારીને રાત્રે તેના રૂમમાં સુવા માટે ગયો હતો. બીજા દિવસે સવારે તેના રૂમનો દરવાજો ખખડાવતા તે જાગ્યો ન હતો. દરમિયાન બારણા વચ્ચેથી જોતા તેમના પુત્ર રાહુલે પંખા સાથે રસી વડે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. બનાવને પગલે લાકડિયા પોલીસે અકસ્માત-મોતનો ગુનો દર્જ કરતા લાકડિયાના ઈન્ચાર્જ પીઆઈ વી.એલ. પરમારે આગળની તપાસ હાથ ધરી છે.તો ગાંધીધામના મીઠીરોહરમાં સાપ કરળવાથી શ્રમજીવી યુવાનનો મોત નિપજ્યું હતું. મીઠીરોહરમાં આવેલ ફુડ ઈન્ડસ્ટ્રીયલ બ્લોકમાં રહેતા ૩૮ વર્ષિય રાકેશકુમાર નામના યુવાનને ફેકટરીમાં આવતી વખતે રસ્તામાં સાપ કરડ્યો હતો. ભોગ ગ્રસ્તને સારવાર માટે રામબાગ હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. બનાવને પગલે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે અકસ્માત-મોતનો ગુનો દર્જ કરતા પીએસઆઈ એન.વી.રહેવરે આગળની તપાસ હાથ ધરી છે.