લગ્ન માટે માત્ર છોકરીનું ધર્માંતરણ કેમ, છોકરાનું કેમ નહીં

રાજ્યમાં લવ જેહાદનો કાયદો અમલી હોવા છતાં ધર્માંતરણ પર રોક લગાવવા દેશમાં કડક કાયદો લાવવા માંગ

ભુજ : વિદ્યર્મી યુવકો દ્વારા છોકરીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવામાં આવે છે. લગ્ન માટે ફરજિયાત છોકરીનું ધર્માતરણ કરવામાં આવે છે. જો સાચો પ્રેમ હોય તો માત્ર છોકરીનું જ કેમ ? ધર્માંતરણ થાય છે. પ્રેમ બે તરફી હોય તો છોકરો પોતાનો ધર્મ કેમ બદલતો નથી. રાજ્યમાં લવ જેહાદનો કાયદો અમલમાં હોવા છતાં આ પ્રકારના કિસ્સા બની રહ્યા છે. ત્યારે આવુ કૃત્ય કરતા શખ્સોને સબક મળે એ માટે સમગ્ર દેશમાં કડક કાયદો લાવવાની માંગ કરાઈ છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિસદ, ઓજસ્વીની સહિતની સંસ્થાઓ દ્વારા ભુજમાં કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી. વડાપ્રધાનને સંબોધીને કરાયેલી રજૂઆતમાં જણાવ્યું કે, વિદ્યર્મીઓ દ્વારા હિન્દુ યુવતિઓને ટાર્ગેટ કરી લવ જેહાદને અંજામ આપી ધર્માંતરણ કરવામાં આવે છે. બળજબરી પૂર્વક થતું ધર્માંતરણ બંધ થાય અને લવ જેહાદના કેસો અટકે એ માટે અસામાજિક તત્ત્વો પર કાયદાનો સકંજો કસવા કેન્દ્ર સરકાર સંસદમાં કાનુન પાસ કરે તેવી માંગણી કરાઈ છે. રજૂઆત વખતે શશીકાન્તભાઈ પટેલ, કમલેશભાઈ ઠક્કર, નવીનભાઈ પટેલ, હરેશભાઈ પુરોહિત, અશોક રાઠોડ, તુલસી ગોર, પ્રજ્ઞેશભાઈ ચોથાણી, નારણજી ચુડાસમા, બાબુભાઈ આહિર, રોહિતભાઈ અબોટી, કપીલભાઈ મહેતા, ચેતનભાઈ ઠક્કર, વિરેન્દ્રસિંહ જાડેજા, હેમલતાબેન ગોસ્વામી, નરેશભાઈ, કુલદીપસિંહ વગેરે હાજર રહ્યા હતા.