લખપત મામલતદાર એ.સી. રાણાની બદલી

ભુજ : રાજ્યના પાંચ મામલતદારોની બદલીના ઓર્ડરો બહાર પડ્યા છે જે અંતર્ગત કચ્છના એક માત્ર લખપત મામલતદાર એ.સી. રાણાની સ્ટેટ ઈલેકશન કમિશનમાં બદલી કરવામાં આવી છે. પાંચ મામલતદારોની થયેલ બદલીના આદેશોમાં ત્રણ મામલતદારોની માંગણીના આધારે બદલી કરવામાં આવી છે. જે અંતર્ગત લખપત મામલતદાર એ.સી. રાણાને આસીસ્ટન્ટ ઈલેકશન કમિશ્નર, સ્ટેટ ઈલેકશન કમિશન (ગાંધીનગર) મૂકવામાં આવ્યા છે.