લખપત તાલુકાના યુવાનોએ સંરક્ષણ દળમાં જોડાવવા નિ:શુલ્ક તાલીમ માટેની અરજી કરવી

કચ્છ જીલ્લાના લખપત તાલુકાના યુવાનો સંરક્ષણ દળમાં જોડાઈને પોતાની કારકિર્દી બનાવી શકે તે માટે જીલ્લા રોજગાર કચેરી, બહુમાળી ભવન રૂમ નં. ૧૦૨/૧૦૩, ભુજ-કચ્છ દ્વારા સંરક્ષણ દળની ભરતી પૂર્વે શારીરિક અને લેખિત પરીક્ષાની તૈયારી કરવા માટે BSF બટાલીયન, ભુજ કેમ્પમાં સંરક્ષણ દળની નિવાસી તાલીમનું આયોજન કરવામાં આવ્યુ છે. આ તાલીમ નિઃશુલ્ક આપવામાં આવશે.  આ તાલીમ વર્ગમાં જોડાવવા માટે વય મર્યાદા ૧૭1/2 ‘થી ૩૦ વર્ષ સુધીની, વજન ૫૦ કિ.ગ્રાથી વધારે, ઉંચાઈ ૧૬૫ સે.મીથી વધારે અને છાતી ૭૭ થી ૮૨ સે.મી, ધોરણ ૧૦ પાસ કે તેથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે દર્શાવેલ લીંકમાં આપેલ અરજી ફોર્મ ભરી, રહેઠાણ અંગેના પુરાવાની નકલ સાથે આ કચેરીમાં દિન-૧૦માં પહોંચાડવાની રહશે. અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટેની લીંક: https://bit.ly/39B0S94.  તાલીમમાં જોડાનાર ઉમેદવાર સંપૂર્ણ પણે શારીરિક ફીટ હોય તેવા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે જેની ખાસ નોંધ લેવી એમ જીલ્લા રોજગાર કચેરીની અખબાર યાદીમાં જણાવ્યુ છે.