લખપતમાં ભાજપ પ્રમુખના તઘલખી વલણથી સત્તા પક્ષે સત્તા ગૂમાવી

ભાજપના કાર્યકરે જ કર્યા આક્ષેપો : સાન્ધ્રોના કારોબારી સભ્યએ આપ્યું રાજીનામું

દયાપર : લખપતમાં ભાજપના પ્રમુખના તઘલખી વલણથી સત્તા પક્ષે સત્તા ગૂમાવી હોવાનો આક્ષેપ ખુદ ભાજપના કાર્યકરે કરી પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. સાન્ધ્રોના જકરીયા હાજી નૂરમામદ જતે લખપત તાલુકા ભાજપ પ્રમુખ વેરસલજી તુંવર સામે આક્ષેપો કર્યા છે, જેમાં જણાવ્યા પ્રમાણે લખપત તાલુકા ભાજપ પ્રમુખના નાતે તેઓ અભિમાન કરી રહ્યા છે, જેના કારણે પક્ષને હાર મળી છે. જ્યાં સુધી તેઓ પ્રમુખ તરીકે હશે ત્યાં સુધી લખપતમાં ભાજપને લીડ મળવાની શક્યતા નથી તેમજ ૬ એપ્રિલના ભાજપની એક મિટીંગ રાખવામાં આવી હતી. તેમાં જકરીયા જત જતા પ્રમુખે કહ્યું કે, તમને આમંત્રણ નથી. તમે ખોટા આવી ગયા છો, જેથી પ્રમુખના મનસ્વી વલણથી કંટાળી ભાજપ સંગઠનના કારોબારી સભ્ય પદેથી તેઓએ રાજીનામું આપ્યું છે. વેરસલજી તુંવર પોતે ભાડરા સીટ પરથી હાર્યા હોવાનો ઉલ્લેખ રાજીનામા પત્રમાં કરાયો હતો.