લક્ષ્મીપુરા પોલીસે સિકલીગર ગેંગસના સભ્યને ઝડપી પાડ્યો

(જી.એન.એસ.)વડોદરા,વડોદરા શહેરની લક્ષ્મીપુરા પોલીસે ચોક્કસ માહિતીના આધારે શહેરમાં ઘરફોડ ચોરી કરી હાહાકાર મચાવનાર સિકલીગર ગેંગના સભ્યને ઝડપી પાડીને ૮.૫૭ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને બે ગુનાનો ભેદ ઉકેલી અન્ય ૭ ગુનામાં ચોરી થયેલો મુદ્દામાલ રિકવર કર્યો છે.વડોદરા શહેર પોલીસ કમિશનર, મદદનીશ પોલીસ કમિશનર, બી ડિવિઝન તથા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પી.આઈ આર.સી. કાનમીયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ લક્ષ્મીપુરા પોલીસ મથકના જવાનો અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન ચોક્કસ માહિતીના આધારે પોલીસે જગસિંગ ઉર્ફે ગાંજો રતનસિંગ ટાંક(રહે, લક્ષ્મીનગર સોસાયટી, લક્ષ્મીપુરા ગામ પાસે, વડોદરા તથા સંગમ સવાદ ક્વાટ્‌ર્સ, હરણી રોડ, વડોદરા)ને ઝડપી પાડયો હતો.