લંડન ટયુબ આતંકી હુમલાનો સાતમો આરોપી પકડાયો

લંડન : ચાલુ મહિનાની શરૃઆતમાં લંડન ટયુબ સ્ટેશન પર વિસ્ફોટ કરી ૩૦ જણાને ઘાયલ કરનાર હુમલાના સંદર્ભમાં બ્રિટનની આતંકવાદ વિરોધી પોલીસે આજે સાતમી વ્યક્તિની ધરપકડ કરી હતી. આજે સવારે યુકેના આતંકવાદ ધારાની કલમ ૪૧ હેઠળ ૨૦ વર્ષના યુવાનની વેલ્સના કાર્ડિફમાંથી  ધરપકડ કરાઇ હતી. તેને દક્ષિણ લંડન
પોલીસ સ્ટેશને લઇ જવાયો હતો જ્યાં તે કસ્ટડીમાં રહેશે, એમ સ્કોટલેન્ડ આર્ડે કહ્યું હતું.
મેટ્રોપોલિટન પોલીસના આતંકવાદ વિરોધી કમાન્ડ દ્વારા વેલ્શ અંતિમવાદ અને આતંકવાદ વિરોધી એકમ અને સાઉથ વેલ્શ પોલીસની મદદથી યુવાનની ધરપકડ કરાઇ હતી. ૧૫ સપ્ટેમ્બરના પારસન્સ ગ્રીન સ્ટેશનના ધડાકા સબંધમાં ચાલી રહેલી તપાસના ભાગરૃપે અધિકારીઓ કાર્ડીફના સરનામે તપાસ કરી રહ્યા છે.