લંડનના મેયર બનશે ભારતના મહેમાન

દિલ્હી :  લંડન ના મેયર સાદિકખાન વર્તમાન વર્ષમાં જ ભારત અને પાકિસ્તાન જનાર છે. તેઓ પ્રથમ ભારત જશે ભારતમાં તેઓ મુંબઈ, દિલ્હી અને અમૃતસરની મુલાકાત લેનાર છે. ત્યારબાદ તેઓ પાકિસ્તાન જનાર છે. સાદિકખાન સાથે તેમના નાયબ (બિઝનેસ) રાજેશ અગ્રવાલ પણ હશે. બંને દેશોની મુલાકાત અગાઉ પાકિસ્તાનને શીખામણ આપતાં તેમણે કહ્યું છે કે પાકિસ્તાન માટે પ્રગતિ માટે લોકતંત્ર જ એક માત્ર માર્ગ છે.સાદીકખાને જણાવ્યું હતું કે તેમના દાદા-દાદીનો જન્મ ભારતમાં થયો હતો અને તેમના માતા-પિતા પાકિસ્તાનથી લંડન આવી વસવાટ કર્યો છે. આથી હું પણ ભારતીય ઉપખંડ પ્રત્યે લાગણી ધરાવું છું. મારી આ મુલકાતથી લંડનના લોકોને લાભ થશે અને તેનાથી હું ભારે પ્રભાવિત છું. આ એક મહત્વનું મિશન છે, જેમાં લંડન અનેક ક્ષેત્રોમાં ભારત અને પાકિસ્તાનના તેમના સમકક્ષ સાતે મળીને કામગીરી બજાવશે. માત્ર બિઝનેસ જ નહીં ,પરંતુ પ્રદૂષણ જેવા પડકારોને પહોંચી વળવા માટે આપણે સાથે મળીને કામ કરીશું.